વિશ્વમાં કોરોનાના 2.30 કરોડ સંક્રમિતોમાંથી 8 લાખ દર્દીના મોત, 24 કલાકમાં આવ્યા 2.47 લાખ નવા કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Aug 2020 07:36 AM (IST)
વર્લ્ડોમીટર પ્રમાણે, કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશના લિસ્ટમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. અહીંયા અત્યાર સુધીમાં 58 લાખથી વધારે લોકો સંક્રમણનો શિકાર થઈ ચુક્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 50 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે અને 1128 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોનાનો કહેર ચાલુ છે. 213 દેશમાં ફેલાઈ ચુકેલો કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિશ્વભરમાં 2.30 કરોડ લોકો તેની ઝપેટમાં આવી ચુક્યા છે અને આઠ લાખથી વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આ બીમારીથી ઠીક થનારા દર્દીની સંખ્યા એક કરોડ 56 લાખને પાર થઈ ગઈ છે. વિશ્વભરમાં હાલ 66.05 લાખ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 2.47 લાખ નવા કેસ આવ્યા અને 5785 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર પ્રમાણે, કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશના લિસ્ટમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. અહીંયા અત્યાર સુધીમાં 58 લાખથી વધારે લોકો સંક્રમણનો શિકાર થઈ ચુક્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 50 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે અને 1128 લોકોના મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં 24 કલાકમાં 31 હજારથી વધારે નવા મામલા આવ્યા છે. દુનિયામાં સૌથી વધારે કોરોના મામલા ભારતમાં સામે આવી રહ્યા છે. અમેરિકા: કેસ- 5,795,783, મોત- 179,158 બ્રાઝીલ: કેસ- 3,536,488, મોત- 113,454 ભારત: કેસ- 2,973,368, મોત- 55,928 રશિયાઃ કેસ- 946,976, મોત- 16,189 સાઉથ આફ્રિકાઃ કેસ- 603,338, મોત- 12,843 પેરુઃ કેસ- 567,059, મોત- 27,034 મેક્સિકો કેસ- 543,806, મોત- 59,106 કોલંબિયા કેસ- 522,138, મોત- 16,568 સ્પેનઃ કેસ- 407,879, મોત- 28,838 ચિલીઃ કેસ- 393,769, મોત- 10,723