Coronavirus: દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને તે અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં 2.47 લાખ નવા કેસ આવ્યા છે અને 5,140 લોકોનું મોત થયું છે. અત્યાર સુધી કુલ 2.15 કરોડથી વધુ લોકો સંક્રમણ થઈ ચૂક્યા છે, જ્યારે 7 લાખ 67 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે આ રોગમાંથી સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો એક કરોડ 43 લાખને પાર પહોંચી ગયો છે. જો કે દુનિયાભરમાં હાલ પણ 65 લાખથી વધુ એક્ટિવ કેસ છે.


વર્લ્ડોમીટર અનુસાર, કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા સૌથી ઉપર છે. અહીં સંક્રમણના કેસ 55.29 લાખથી વધુ છે, જ્યારે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 53 હજાર નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 1,071 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 38 હજાર નવા કેસ નોંધાયા છે. દુનિયામા સૌથી વધુ કોરોનાના કેસ ભારતમાં સામે આવી રહ્યાં છે અને સૌથી વધુ કોરોનાથી લોકોની મોત અમેરિકામાં થઈ છે. ચાર દેશોમાં 50 હજારથી વધુ મોત થઈ છે. જેમાં અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો,ભારત છે.

કોરોનાથી પ્રભાવિત ટોપ 10 દેશ

અમેરિકા: કેસ- 5,529,789, મોત- 172,606
બ્રાઝીલ: કેસ- 3,317,832, મોત- 107,297
ભારત: કેસ- 2,589,208, મોત- 50,084
રશિયા: કેસ-917,884, મોત- 15,617
સાઉથ આફ્રીકા: કેસ- 583,653, મોત- 11,677
મૈક્સિકો: કેસ- 511,369, મોત- 55,908
પેરૂ: કેસ- 516,296, મોત- 25,856
કોલંબિયા: કેસ- 456,689, મોત- 14,810
ચિલી: કેસ- 383,902, મોત- 10,395
સ્પેન: કેસ- 358,843, મોત- 28,617

20 દેશોમાં બે લાખથી વધારે કેસ

દુનિયાના 20 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સઉદી અરબ, ઈટાલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિતોના મામલે ત્રીજા નંબર પર છે, જ્યારે સૌથી વધુ મોત મામલે પાંચમાં નંબર પર છે.