મોસ્કોઃ કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત સમગ્ર વિશ્વ હાલ રસીની રાહ જોઈ રહ્યું છે. આ દરમિયાન થોડા દિવસ પહેલા રશિયાએ કોવિડ-19 રસી બનાવી લીધી હોવાનો દાવો કર્યો હતો. જોકે હવે તેનાથી આગળ વધીને રશિયાએ કોવિચ-19 વેક્સીનની પ્રથમ બેચ તૈયાર કરી લીધી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોના રસી બનાવવાની શરૂઆત કરવામાં આવી હોવાના અહેવાલ બાદ ઈંટ્રાફેક્સ ન્યૂઝ એજન્સીએ મંત્રાલયના હવાલાથી આ વાત કહી છે. રશિયાના કહેવા મુજબ રસીને ચાલુ મહિનાના અંત સુધીમાં ઉપલબ્ધ કરાવી દેવાશે.
આ પહેલા રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશકોએ બુધવારે જણાવ્યું કે, કોવિડ-19ની રસી સ્પૂતનિક-Vની પ્રથમ બેચ બે સપ્તાહની અંદર આવી જશે. મંગળવારે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ રસીનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સ્પૂતનિક-Vનામની કોરોના રસીને ગેમાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અને રશિયન રક્ષા મંત્રાલયે મળીને બનાવી છે.
તેમણે કહ્યું હતુ કે, કોવિડ-19 સામે વિકસિત કરવામાં આવેલી રશિયન રસી નિશ્ચિત રીતે અસરકારક છે અને તેને અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ કરાવાશે. ઘરેલુ સ્તર પર તેની માંગને ધ્યાનમાં રાખી પૂરવઠો પુરો પાડવાની અમારી પહેલી પ્રાથમિકતા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આ કલાકારે 37 વર્ષ જૂનો ફોટો પોસ્ટ કરીને પૂછ્યું ઓળખો કોણ છે ? જાણો વિગત
આઝાદીના જશ્ન વચ્ચે આ રાજ્યએ 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગતે
Corona Vaccine: રશિયાએ તૈયાર કરી લીધી કોરોના રસી ‘Sputnik V’ની પ્રથમ બેચ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2020 07:09 PM (IST)
રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશકોએ બુધવારે જણાવ્યું કે, કોવિડ-19ની રસી સ્પૂતનિક-Vની પ્રથમ બેચ બે સપ્તાહની અંદર આવી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -