Coronavirus: દુનિયાભરમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અમેરિકા, ભારત, બ્રાઝીલ જેવા દેશોમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 2.82 લાખ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 6234 લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં અત્યાર સુધીમાં એક કરોડ 77 લાખથી વધુ સંક્રમણના કેસ સામે આવી ચૂક્યા છે, જ્યારે 6 લાખ 82 હજારથી વધુ લોકોના આ સંક્રમણના કારણે મોત થયા છે. બીમારી સામે લડી સ્વસ્થ થયા દર્દીઓની સંખ્યા એક કરોડ 11 લાખને પાર પહોંચી છે. દુનિયાભરમાં હાલ 59 લાખ 11 હજાર એક્ટિવ કેસ છે અને તેની સારવાર ચાલી રહી છે.


અમેરિકા હાલ પણ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં સૌથી ઉપર છે. અહીં સંક્રમણના કેસ 50 લાખ તરફ આગળ વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 47 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે, જ્યારે એક લાખ 56 હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 70 હજાર નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 1462 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં પણ કોરોના વાયરસનો કહેર યથાવત છે.

અમેરિકા: કેસ- 4,705,847, મોત- 156,747
બ્રાઝીલ: કેસ- 2,666,298, મોત- 92,568
ભારત: કેસ- 1,697,054, મોત- 36,551
રશિયા: કેસ- 839,981, મોત- 13,963
સાઉથ આફ્રીકા: કેસ- 493,183, મોત- 8,005
મૈક્સિકો: કેસ- 416,179, મોત- 46,000
પેરૂ: કેસ- 407,492, મોત- 19,021
ચિલી: કેસ- 355,667, મોત- 9,457
સ્પેન: કેસ- 335,602, મોત- 28,445
યૂકે: કેસ- 304,204, મોત- 16,766

18 દેશોમાં બે લાખથી વધુ કેસ

દુનિયાના 18 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સઉદી અરબી, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિતોના મામલે ત્રીજા નંબર પર છે, જ્યારે સૌથી વધુ મોત મામલે પાંચમાં નંબર પર છે.