નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિશ્વમાં અત્યાર સુધી 213 દેશ કોરોના સંક્રમણની ઝપેટમાં છે. છેલ્લા 24 કલાકમાં 2.4 લાખ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 5008 લોકોના મોત થયા છે.
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયામાં એક કરોડ 44 લાખથી વધુ સંક્રમણના કેસ આવી ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધી 6 લાખ 4 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 86 લાખથી વધુ લોકો બહાર આવ્યા છે. દુનિયાભરમાં 52 લાખ એક્ટિવ કેસ છે, જેની સારવાર ચાલી રહી છે.
દુનિયામાં ક્યાં કેટલા કેસ, કેટલા મોત
અમેરિકા હાલ પણ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશની યાદીમાં સૌથી ઉપર છે. અહીં અત્યાર સુધીમાં 38.33 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે, જ્યારે 1 લાખ 42 હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 63 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 813 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. બ્રાઝીલમાં સંક્રમણના કેસ 20 લાખને પાર પહોંચ્યા છે, જ્યારે 78 હજારથી વધુ લોકોના મોત થયા છે.
અમેરિકા : કેસ- 3,833,271, મોત- 142,877
બ્રાઝીલ : કેસ- 2,075,246, મોત-78,817
ભારત : કેસ- 1,077,864, મોત- 26,828
રશિયા : કેસ- 765,437, મોત- 12,247
પેરૂ : કેસ- 349,500, મોત- 12,998
સાઉથ આફ્રિકા : કેસ-350,879, મોત- 4,948
ચિલી : કેસ- 328,846, મોત- 8,445
મૈક્સિકો : કેસ- 331,298, મોત- 38,310
સ્પેન : કેસ- 307,335, મોત- 28,420
યૂકે : કેસ- 294,066, મોત- 45,273
17 દેશોમાં બે લાખથી વધુ કેસ
દુનિયાના 17 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ પણ સામેલ છે. ભારત દુનિયામાં સૌથી વધુ કેસમાં ત્રીજા નંબર પર પહોંચી ગયું છે, જ્યારે સૌથી વધુ મોતની યાદીમાં આઠમાં નંબર પર છે.
Coronavirus: દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 2.24 લાખ નવા કેસ, 5 હજારથી વધુનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jul 2020 08:27 AM (IST)
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયામાં એક કરોડ 44 લાખથી વધુ સંક્રમણના કેસ આવી ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધી 6 લાખ 4 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -