Coronavirus:દુનિયામાં કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે. કેટલાક દેશમાં સંક્રમણ પહેલા કરતા વધુ ઝડપતી ફેલાઈ રહ્યો છે. દુનિયામાં સતત ત્રણ દિવસ બાદ સાત લાખથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6.12 લાખ નવા કેસ સામે આવ્યા હતા અને 10,766 દર્દીઓના કોરોની મૃત્યુ થયા છે.
આ પહેલા 18 ડિસેમ્બરે સૌથી વધુ 7.88 લાખ કેસ અને 16 ડિસેમ્બરે સૌથી વધુ 13,697 લોકોના મોત થયા હતા. કોરોના વાયરસની સૌથી વધુ અસર અમેરિકા, ભારત અને બ્રાઝીલમાં છે.


દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો સાત કરોડ 66 લાખને પાર પહોંચી ગયો છે. કોરોના વાયરસની ઝપેટમાં આવીને 16 લાખ 91 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે, પાંચ કરોડ 37 લાખ લોકો આ ખતરનાક બીમારીમાંથી સાજા થયા છે. કુલ કેસમાંથી 2 કરોડ 11 લાખ લોકો હજુ પણ કોરોના સંક્રમિત છે. તેમની સારવાર ચાલી રહી છે.

અમેરિકા સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 89 હજારથી વધુ નવા કેસ નોંધાયા જ્યારે 2556 લોકોના મોત થયા હતા. તેના બાદ ભારતનો નંબર આવે છે. ભારતમાં એક કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશ
અમેરિકા: કેસ- 18,077,768, મોત- 323,401
ભારત: કેસ- 10,031,659, મોત- 145,513
બ્રાઝીલ: કેસ- 7,213,155, મોત- 186,356
રશિયા : કેસ- 2,819,429, મોત- 50,347
ફ્રાન્સ: કેસ- 2,460,555, મોત- 60,418
ટર્કી: કેસ- 2,004,285, મોત- 17,851
યુકે: કેસ- 2,004,219, મોત- 67,075
ઈટાલી: કેસ- 1,938,083, મોત- 68,447
સ્પેન: કેસ- 1,817,448, મોત- 48,926
આર્જેન્ટીના: કેસ- 1,537,169, મોત- 41,763