કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ
વર્લ્ડોમીટર મુજબ, કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 61 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 42 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 34 હજાર કેસ નોંધાયા છે. હાલના દિવસોમાં દરરોજના સૌથી વધુ કોરોના વાયરસના કેસ ભારતમાં સામે આવી રહ્યા છે.
- અમેરિકા: કેસ- 6,138,748, મોત- 186,855
- બ્રાઝીલ: કેસ- 3,846,965, મોત- 120,498
- ભારત: કેસ- 3,539,712, મોત- 63,657
- રશિયા: કેસ- 985,346, મોત- 17,025
- પેરૂ: કેસ- 639,435, મોત- 28,607
- પેરૂ: કેસ- 639,435, મોત- 28,607
- કોલંબિયા: કેસ - 599,914, મોત- 19,064
- મેક્સિકો: કેસ- 585,738, મોત- 63,146
- સ્પેન: કેસ- 455,621, મોત- 29,011
- ચિલી: કેસ- 408,009, મોત- 11,181
6 દેશોમાં પાંચ લાખ લોકોના જીવ ગયા
દુનિયાના 22 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સઉદી અરબ, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. દુનિયામાં 60 ટકા(5 લાખ) લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશમાં અમેરિકા, બ્રાઝીલ, મૈક્સિકો,ભારત, બ્રિટન, ઈટલી. દુનિયાના ચાર દેશો (અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો, ભારત)માં 60 હજારથી વધુ મોત થયા છે.
ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિત કેસ મામલે ત્રીજા નંબરે છે. જ્યારે સૌથી મોત મામલે પણ ત્રીજા નંબરે છે. સાથે ભારત ત્રીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.