WHO Declares High Alert Over Monkeypox: વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વભરમાં મંકીપોક્સના વધતા જતા કેસોને લઈને ચિંતિત છે. શનિવારે WHOએ મંકીપોક્સને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. મંકીપોક્સના વધતા જતા કેસોને કારણે WHOએ મંકીપોક્સને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે જાહેર કર્યું છે. આનો અર્થ એ થયો કે ડબ્લ્યુએચઓ હવે મંકીપોક્સના પ્રકોપને વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો અને તેની સામે લડવા માટે સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રતિસાદની જરૂરિયાત તરીકે જુએ છે. નોંધપાત્ર રીતે, WHOએ છેલ્લે જાન્યુઆરી 2020 માં કોવિડ-19 ફાટી નીકળવાના પ્રતિભાવમાં વૈશ્વિક આરોગ્ય કટોકટી જારી કરી હતી. નોંધનીય છે કે યુરોપ આ રોગચાળાનું કેન્દ્ર રહ્યું છે. બીજી તરફ ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કેસની પુષ્ટિ થઈ છે. કોરોના મહામારી પછી દુનિયા પર બીજી મોટી મહામારીનો ખતરો મંડરાવા લાગ્યો છે અને આખી દુનિયા સાવધાન થઈ જાય અને મંકીપોક્સના સંક્રમણને રોકવા માટે એલર્ટ મોડમાં આવી જાય તે માટે WHOએ વૈશ્વિક બીમારી જાહેર કરી છે.


WHO ની ચેતવણીનો અર્થ


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ બીમારીને લઇને મોટી જાહેરાત કરી છે. WHO એ કહ્યું કે મંકીપોક્સનું જોખમ વૈશ્વિક સ્તર પર જોવા મળ્યું છે. યુરોપીયન દેશોમાં આ ઘાતક વાયરસનું જોખમ સૌથી વધારે છે. હાલના સમયને જોતા તે કહેવું ખોટું નથી કે આગામી સમયમાં ઇન્ટરનેશનલ પ્રસારનું એક સ્પષ્ટ જોખમ છે. જોકે, ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં હસ્તક્ષેપનું જોખમ હાલ ઓછું છે. તમામ જોખમોને જોતા WHO એ મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. આ રોગ પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. ડબ્લ્યુએચઓ હવે મંકીપોક્સના પ્રકોપને વૈશ્વિક સ્વાસ્થ્ય માટેના ગંભીર ખતરા તરીકે જુએ છે.  


સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એજન્સીએ ગયા મહિને મંકીપોક્સ માટે વૈશ્વિક કટોકટી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચેપમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ એડનોમ ગ્રેબ્રિયેસસ (Tedros Adhanom Ghebreyesus )ને  ચેતવણી જારી કરવાની ફરજ પડી છે. WHOના ડેટા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં 75 દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે. 16,000 થી વધુ કેસ નોંધાયા છે. જૂનના અંતથી જુલાઈની શરૂઆતમાં પુષ્ટિ થયેલા ચેપની સંખ્યામાં 77 ટકાનો વધારો થયો છે.