World Largest Snake: સાપને વિશ્વનું સૌથી ઝેરી પ્રાણી માનવામાં આવે છે. પરંતુ આજે અમે તમને સાપના ઝેર વિશે જણાવવાના નથી. તેના બદલે આજે અમે તમને દુનિયાના સૌથી મોટા સાપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં, તાજેતરમાં એક ટીવી એન્કરને એક સાપ જોવા મળ્યો જેની પ્રજાતિ નવી છે. એટલું જ નહીં, દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિશ્વનો સૌથી મોટો સાપ છે. આજે અમે તમને આ સાપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.


 






ક્યા જોવા મળ્યો આ સાપ?


ડેઈલી મેઈલના જણાવ્યા પ્રમાણે એમેઝોન રેઈનફોરેસ્ટ મળી આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ સાપ વાસ્તવમાં નોર્ધન ગ્રીન એનાકોન્ડા છે. વાઇલ્ડલાઇફ ટીવી પ્રસ્તુતકર્તા પ્રોફેસર ફ્રીક વોંકે તેની શોધ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સાપનું કદ 26 ફૂટ લાંબું છે અને તેનું વજન 200 કિલો છે. એટલું જ નહીં, સાપનું માથું માણસના માથા જેટલું મોટું છે અને તેનું શરીર કારના ટાયર જેટલું પહોળું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નેધરલેન્ડના 40 વર્ષીય પ્રોફેસર સાપથી બિલકુલ ડરતા નથી, બલ્કે તે તેની સાથે સ્વિમિંગ કરતા જોવા મળે છે.


વિશ્વનો સૌથી મોટો સાપ


તમને જણાવી દઈએ કે પ્રોફેસર ફ્રીક વોંકે આ સાપનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તેમણે કહ્યું કે 9 દેશોના 14 વૈજ્ઞાનિકો સાથે મળીને તેમણે વિશ્વના સૌથી મોટા સાપની શોધ કરી છે, જે ગ્રીન રંગનો એનાકોન્ડા છે. અત્યાર સુધી એમેઝોનમાં ગ્રીન એનાકોન્ડાની માત્ર એક જ પ્રજાતિ મળી આવી હતી, જેને જાયન્ટ એનાકોન્ડા પણ કહેવાય છે.


ડાયવર્સિટી માં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, નોર્ધન ગ્રીન એનાકોન્ડા એક અલગ પ્રજાતિ છે. આના અને અન્ય એનાકોન્ડાના જનીનોમાં 5.5 ટકાનો તફાવત છે, જે ઘણો વધારે માનવામાં આવે છે. જેમ મનુષ્ય અને ચિમ્પાન્જીના જનીનોમાં 2 ટકાનો તફાવત હોય છે તેમ એનાકોન્ડા વચ્ચેનો તફાવત પણ વધારે છે. સંશોધકોએ હવે આ એનાકોન્ડાને લેટિન નામ Eunectes akaima આપ્યું છે, જેનો અર્થ થાય છે ઉત્તરીય ગ્રીન એનાકોન્ડા.