Coronavirus :  દુનિયાભરમાં કોરોના વાયરસ કહેર થમી નથી રહ્યો. સતત સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને વધુમાં વધુ લોકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. વિશ્વભરમાં છેલ્લા 24 કલાકમાં 2.14 લાખ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 4996 લોકોનાં મોત થયા છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં 1 કરોડ 28 લાખ 39 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક 5 લાખ 67 હજારને પાર પહોંચી ગયો છે.
જો કે, રાહતના સમાચાર એ છે કે, સાજા થનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 74 લાખથી વધુ આ બીમારીને મ્હાત આપી ચૂક્યા છે. વિશ્વભરમાં હાલમાં 47 લાખ 94 હજાર એક્ટિવ કેસ છે અને તેમની સારવાર ચાલી રહી છે. WHOએ પણ કહ્યું કે, આ વાયરસના કારણે સ્થિતિ સતત ખરાબ બની રહી છે.


દુનિયામાં ક્યાં કેટલા કેસ, કેટલા મોત

કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા હાલમાં પણ સૌથી ઉપર છે. અમેરિકામાં અત્યાર સુધી 33 લાખ લોકો સંક્રમિત થયા છે. જ્યારે એક લાખ 37 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે બ્રાઝીલમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. બ્રાઝીલમાં 18 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. બ્રાઝીલ બાદ ભારત અને રશિયામાં સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી ઝડપથી વધી રહી છે.

અમેરિકા: કેસ- 3,355,646 મોત- 137,403
બ્રાઝીલ: કેસ- 1,840,812, મોત- 71,492
ભારત: કેસ- 850,358, મોત- 22,687
રશિયા: કેસ- 720,547, મોત- 11,205
પેરૂ: કેસ- 322,710, મોત- 11,682
ચિલી: કેસ- 312,029, મોત-6,881
સ્પેન: કેસ- 300,988, મોત- 28,403
યૂકે: કેસ- 288,953, મોત- 44,798
મૈક્સિકો: કેસ- 295,268, મોત- 34,730
સાઉથ આફ્રિકા : કેસ 264,1184, મોત -3971
15 દેશોમાં બે લાખથી વધુ કેસ

બ્રાઝીલ, રશિયા, સ્પેન, યૂકે, ભારત, પેરૂ, ચિલી, ઈટલી, ઈરાન, મૈક્સિકો, પાકિસ્તાન, ટર્કી, સાઉથ અરબ અને સાઉથ આફ્રીકામાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર થઈ છે. જ્યારે જર્મનીમાં પણ 1 લાખ 99 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ભારત દુનિયામાં સૌથી વધુ કેસના મામલે ત્રીજા નંબર પર છે, જ્યારે સૌથી વધુ મોતની યાદીમાં આઠમાં નંબર પર છે.