નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા બે લાખની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 104,222 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે મૃતકોની સંખ્યામાં 6,086નો વધારો થયો છે. વર્લ્ડોમીટર મુજબ, 210 દેશોમાં અત્યાર સુધી 28 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાંથી 1.97 લાખ લોકોના મોત થયા છે. 798331 લોકો સંક્રમણમાંથી સ્વસ્થ થયા છે. દુનિયાભરના કુલ કેસમાંથી મોટાભાગના કેસ અમેરિકામાંથી સામે આવ્યા છે. સૌથી વધુ મોત પણ અમેરિકામાં થયા છે. અહીં અત્યાર સુધીમાં 923,812 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 52,097 લોકોના મોત થયા છે. 110,400 લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 37,370 નવા દર્દીઓ સામે આવ્યા છે. અમેરિકા બાદ સ્પેન કોવિડ 19થી બીજો સૌથી પ્રભાવિત દેશ છે, અહીં 22,524 લોકોના મોત સાથે 219764 લોકો સંક્રમિત થવાની પુષ્ટી થઈ છે. મોતના મામલે ઈટલી બીજા નંબર પર છે. ઈટલીમાં અત્યાર સુધી 25,969 મોત થયા છે, જ્યારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 192,994 છે. ત્યારબાદ ફ્રાંસ, જમર્ની,યૂકે,ટર્કી,ઈરાન,ચીન,રૂશિયા,બ્રાઝિલ, બેલ્ઝિયમ જેવા દેશ સૌથી વધુ પ્રભાવિત છે.
ફાંસ: કેસ- 159,828, મોત- 22,245
જર્મની: કેસ- 154,999,મોત- 5,760
યૂકે: કેસ- 143,464, મોત- 19,506
ટર્કી: કેસ- 104,912, મોત- 2,600
ઈરાન: કેસ- 88,194, મોત- 5,574
ચીન: કેસ- 82,804, મોત- 4,632
રશિયા: કેસ- 68,622, મોત- 615
બ્રાઝિલ: કેસ- 52,995,મોત- 3,670
બેલ્ઝિયમ: કેસ- 44,293, મોત- 6,679
ટર્કી,યૂકે,જર્મની સહિત સાત દેશ એવા છે, જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. ચાર દેશ અમેરિકા,સ્પેન,ઈટલી,ફ્રાંસ એવા છે, જ્યાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં મોતનો આંકડો 50 હજારને પાર પહોંચ્યો છે. બ્રિટનમાં 19,506 મોત થયા છે.