Coronavirus: દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિશ્વભરમાં મૃતકોની સંખ્ય 2 લાખની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 90,731 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે, જ્યારે મરનારોની સંખ્યામાં 6069નો વધારો થયો છે. વર્લ્ડોમીટર અનુસાર, 210 દેશમાં અત્યાર સુધી 29 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી 2 લાખ 3 હજાર 166 લોકોના મોત થયા છે, જો કે 836,612 લોકો સંક્રમણમાંથી મુક્ત થયા છે.


બ્રિટનમાં મરનારાઓનો આંકડો 20 હજારને પાર

બ્રિટનમાં મૃતકોની સંખ્યા 20 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4,913 નવા મામલા સામે આવ્યા છે. બ્રિટનમાં અત્યાર સુધી 1 લાખ 48 હજાર 377 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

વિશ્વભરના દેશોમાં અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. અહી અત્યાર સુધીમાં 53,266 લોકોના મોત થઈ ચૂક્યા છે. 945,833 લોકો સંક્રમિત છે. તેના બાદ સ્પેન કોરોનાથી સૌથી પ્રભાવિત દેશ છે, જ્યાં 22,902 લોકોનાં મોત થયા છે સાથે કુલ 223,759 લોકો સંક્રમિત થયા હોવાની પુષ્ટી થઈ છે. મૃતકોની સંખ્યા મામલે ઈટાલી બીજા નંબરે છે. ઈટાલીમાં અત્યાર સુધી 26,384 મોત થયા છે જ્યારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 195,351 છે. તેના બાદ ફ્રાન્સ, જર્મની, યૂકે, ટર્કી, ઈરાનલ, ચીન, રશિયા, બ્રાઝિલ, બેલ્જિયમ જેવા દેશ સૌથી વધુ પ્રભાવિત છે.

- ફ્રાન્સમાં 161,488 કેસ, મોત 22,614
- જર્મનીમાં 156,513 કેસ, મોત- 5,877
- યૂકેમાં 148,37 કેસ, મોત- 20,319
- ટર્કીમાં 107,773, કેસ અને મોત 2,706
- ઈરાનમાં 89,328, કેસ અને મોત - 5,650-
- ચીનમાં 82,816 કેસ, મોત - 4,632
- રશિયામાં 74,588,કેસ, મોત-681
- બ્રાઝિલમાં - 59,196, કેસ, અમે મોત 4,045
- કેનેડામાં 45,354 કેસ અને મોત 2,465