નવી દિલ્હીઃ વિશ્વભરના 210 દેશોમાં કોરોના વાયરસ મહામારીથી મરનારા લોકોની સંખ્યા 2.25 લાખને પાર કીર ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 81,319 નવા કોરોનાના કેસ સામે આવ્યા અને મરનારા લોકોના સંખ્યામાં 6538નો વધારો થયો છે. વર્લોડમીટર અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધી 32 લાખ 17 હજાર 825 કોરોના વાયરસથી સંક્રમિત છે. તેમાંથી 2.28 લાક લોકોના મોત થયા છે જ્યારે 9,99,736 લોકો રિકવર થયા છે.

વિશ્વમાં ક્યાં કેટલા કેસ, કેટલા મોત

વિશ્વભરમાં કુલ કેસમાં અંદાજે એક તૃતિયાંશ કેસ અમેરિકામાં સામે આવ્યા છે. અને અંદાજે ચોથા ભાગના મૃત્યુ પણ અમેરિકામાં થયા છે. અમેરિકા બાદ સ્પેન કોવિડ-19થી બીજો સૌથી વધારે પ્રભાવિદ તેશ છે, જ્યાં 24,275 લોકોના મોત સાથે કુલ 2,36,899 લોકો સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. મોતના મામલે ઇટલી બીજા નંબર પર છે. ઇટલીમાં અત્યાર સુધી 27,682 મોત થયા છે, જ્યારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 2,03,591 છે. ત્યાર બાદ ફ્રાન્સ, જર્મની, યૂકે, ટર્કી, ઈરાન, ચીન, રશિયા, બ્રાઝીલ, કેનેડા જેવાદેશ સૌથી વધારે પ્રભાવિત થયા છે.

  • ફ્રાન્સ: કેસ- 166,420, મોત- 24,087

  • યૂકે: કેસ- 165,221, મોત- 26,097

  • જર્મની: કેસ- 161,539, મોત- 6,467

  • ટર્કી: કેસ- 117,589, મોત- 3,081

  • રશિયા: કેસ- 99,399, મોત- 972

  • ઈરાન: કેસ- 93,657, મોત- 5,957

  • ચીન: કેસ- 82,858, મોત- 4,633

  • બ્રાઝીલ: કેસ- 79,361, મોત- 5,511

  • કેનેડા: કેસ- 51,597, મોત- 2,996

  • બેલ્જિયમ: કેસ- 47,859, મોત- 7,501


ટર્કી, યૂકે, જર્મનિ સહિત સાત દેશ એવા છે, જ્યાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા એક લાકને પાર થઈ ગઈ છે. પાંચ દેશ (અમેરિકા, સ્પેન, ઇટલી, ફ્રાન્સ, બ્રિટેન)એવા છે જ્યાં 20 હજારથી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં મોતનો આંકડો 61 હજારને પાર કરી ગયો છે.