Viral Video: દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને તેમની પ્રતિભા બતાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ નથી મળ્યું. ઘણી વખત આવા લોકો શેરીઓ કે ગલીઓમાં જોવા મળે છે, જેઓ ડાન્સ કે ગીતો ગાઈને લોકોના દિલ જીતી લે છે. ઘણી વાર તમે ટ્રેનોમાં ગીતો ગાઈને પૈસા માંગનારા જોયા હશે, તેમાંથી કેટલાક એવા સુરીલા અવાજમાં ગીતો ગાય છે કે તમે કહેશો કે તે ગાયક હોવો જોઈએ.
આ યુવકનું ટેલેન્ટ જોઈ તમે પણ રહી જશો દંગ
આવા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં લોકો પોતાની પ્રતિભા બતાવતા જોવા મળ્યા હતા. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જોવા મળી રહ્યો છે, જેમાં એક યુવક ફૂટબોલ સાથે કંઈક એવું કરે છે, જેના વખાણ કરતા યૂઝર્સ થાકતા નથી.
યુવકની અદભુત પ્રતિભા
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવક એક સાથે પાંચ ફૂટબોલ સાથે કરતબ કરતો જોવા મળી રહ્યો છે. આ યુવક રેલવે પ્લેટફોર્મ પર બેસીને લોકોને પોતાની પ્રતિભા બતાવી રહ્યો છે. સૌથી પહેલા તો આ યુવક પોતાના બંને પગ પર ફૂટબોલ રાખે છે અને તેને ગોળ-ગોળ ફરે છે. આ પછી, તે પેન્સિલની ટોચ પર એક ફૂટબોલ રાખે છે અને તેને ગોળ-ગોળ ફેરવવાનું શરૂ કરે છે અને પછી તે પેન્સિલને મોંથી પકડી રાખે છે. તે વ્યક્તિ આટલેથી અટકતો નથી, આ પછી તે તેના બંને હાથની આંગળીઓ પર એક ફૂટબોલ રાખે છે અને તેને ગોળ-ગોળ ફેરવવા લાગે છે.
સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ જ ઝડપે થઈ રહ્યો છે વાયરલ
તે યુવકની પ્રતિભા જોઈને પ્લેટફોર્મ પર હાજર લોકો દંગ રહી ગયા. લોકો તે યુવકની નજીક આવ્યા અને તેને ધ્યાનથી જોવા લાગ્યા, પછી કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આ વીડિયો જોયા પછી તમે પણ આ યુવકના ફેન થઈ જશો. સોશિયલ મીડિયા પર આ વીડિયોને 1.73 લાખ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું કે, 'લાંબા સમય પછી કેટલીક સારી રીલ્સ જોવા મળી'.