Monsoon Farming: ચોમાસામાં કરો આ શાકભાજીની ખેતી, ખેડૂતોને થશે તગડો નફો
ભારતમાં ઘણા પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવે છે જે આખા વર્ષ દરમિયાન ઉપલબ્ધ હોય છે. જો કે, કેટલાક શાકભાજી એવા હોય છે જે ફક્ત એક સિઝનમાં જ મળે છે. આજે અમે તમને વર્ષાઋતુના શાકભાજી વિશે જણાવીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃષિ તજજ્ઞોના મતે સામાન્ય રીતે વરસાદની ઋતુમાં ત્રણ પ્રકારના પાક લેવામાં આવે છે. આ પાકો વરસાદની મોસમમાં પણ મોટો નફો આપે છે. આ ત્રણ પ્રકારના પાકમાં વેલા શાકભાજી, ઉભા પાકવાળા શાકભાજી અને જમીનની અંદર ઉગાડવામાં આવતી શાકભાજીનો સમાવેશ થાય છે.
આ સાથે કોબીજ, ચવાળ, કારેલા, પાલક, કઠોળ, ભીંડા, ડુંગળી, કાકડી, રીંગણ, મરચાં અને મૂળા વગેરેનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. વરસાદમાં આ શાકભાજીની ઉપજ પુષ્કળ મળે છે.
વરસાદ દરમિયાન શાકભાજીનું વાવેતર કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે છોડના મૂળમાં વધુ માટી હોય. કારણ કે વરસાદ દરમિયાન છોડના મૂળમાંથી માટી નીકળી જાય છે.
વરસાદ દરમિયાન શાકભાજીની ખેતી કરતી વખતે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. વાસ્તવમાં, વરસાદની ઋતુમાં છોડને અનેક પ્રકારની બીમારીઓ થાય છે. આવી સ્થિતિમાં ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ જરૂરી છે.
ભારતમાં જૂનથી 15 સપ્ટેમ્બર સુધી વરસાદની મોસમ હોય છે. આવી સ્થિતિમાં, જમીન ભીની રહે છે અને ખેતી માટે યોગ્ય છે.