PM Kisan Yojana: કયા ખેડૂત પરિવારનો મળે છે પીએમ કિસાન યોજનાનું લાભ, શું સાચો જવાબ જાણો છો તમે?
ખેડૂતો માટે સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે. જેમાંની એક પીએમ કિસાન યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ કિસાન યોજનાને લઈને ખેડૂતોના ઘણા પ્રશ્નો હોય છે, જેનો જવાબ ઘણીવાર યોજનાની વેબસાઈટ અથવા સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા આપવામાં આવે છે.
પીએમ કિસાન સન્માન નિધિના એક્સ હેન્ડલ પર આવી જ એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં એક ક્વિઝ પૂછવામાં આવી છે કે કયા પરિવારોને પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે.
આ પ્રશ્ન સાથે ચાર વિકલ્પો આપવામાં આવ્યા છે, જેમાં સમાવેશ થાય છે – બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો, તમામ જમીન ધરાવતા ખેડૂતો, સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો અને આમાંથી કોઈ નહીં….
હવે દેશભરના તમામ ખેડૂતો આ ક્વિઝના જવાબ કોમેન્ટ બોક્સમાં આપી રહ્યા છે. સાચો જવાબ તમામ જમીન ધરાવતા ખેડૂતો છે. એટલે કે ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતને આ યોજનાનો લાભ મળશે.
પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂતોએ અરજી કરી છે અને 18 વર્ષથી વધુ ઉંમરના દરેક ખેડૂત તેના માટે અરજી કરી શકે છે.