આ ત્રણ રાજ્ય આખા ભારતમાં મોકલે છે સફરજન, કરે છે 99 ટકા ઉત્પાદન
કહેવાય છે કે દરરોજ એક સફરજન ખાવાથી કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ બની શકે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતના કયા રાજ્યોમાં સૌથી વધુ સફરજનનું ઉત્પાદન થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો નહીં તો ચાલો આજે જાણીએ કે એવા કયા રાજ્યો છે જે દેશમાં 90 ટકા સફરજનની સપ્લાય કરે છે.
ભારતમાં સૌથી વધુ સફરજન ઉત્પાદક રાજ્ય જમ્મુ અને કાશ્મીર છે. અહીં 1719.42 ટન સફરજનનું ઉત્પાદન થાય છે. જે દેશના 70.54 ટકા છે.
બીજા નંબરનું સૌથી મોટું સફરજન ઉત્પાદક રાજ્ય હિમાચલ પ્રદેશ છે. અહીં 643.85 ટન સફરજનનું ઉત્પાદન થાય છે. જે દેશના 26.42 ટકા છે.
ઉત્તરાખંડ ત્રીજું સૌથી મોટું સફરજન ઉત્પાદક રાજ્ય છે. દર વર્ષે અહીં 64.88 ટન સફરજનનું ઉત્પાદન થાય છે. જે દેશના 2.66 ટકા ઉત્પાદન છે.
સફરજનનું ઉત્પાદન કરતું ચોથું રાજ્ય અરુણાચલ પ્રદેશ છે. જ્યાં 7.34 ટન સફરજનનું ઉત્પાદન થાય છે. પાંચમા નંબરે નાગાલેન્ડ આવે છે. જ્યાં 1.80 ટન સફરજનનું ઉત્પાદન થાય છે. આમ આ પાંચ રાજ્યોમાં સફરજનનું મહત્તમ ઉત્પાદન થાય છે.