Kisan Credit Card: કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે તમારે શું કરવું પડશે? જાણો વિગતો
સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને સસ્તા વ્યાજ દરે લોન આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડૂતોને મદદ કરવા માટે સરકારો સસ્તા વ્યાજ દરે લોન પણ આપે છે, જેના દ્વારા તેઓ તેમના પાક અને અન્ય ખર્ચાઓને પહોંચી વળે છે.
ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડ યોજના પણ એક એવી યોજના છે, જેના હેઠળ ખેડૂતોને ઘણા લાભો મળે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 1.60 લાખ રૂપિયાની લોન કોઈપણ ગેરંટી કે સિક્યોરિટી વગર આપવામાં આવે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને પાક વીમાની સુવિધા પણ આપવામાં આવે છે. આ સિવાય વિકલાંગતા અથવા મૃત્યુના કિસ્સામાં પણ વીમો ઉપલબ્ધ છે.
કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે તમારે નજીકની બેન્કમાં જવું પડશે, જ્યાં તમને એક અરજી ફોર્મ આપવામાં આવશે. અહીં તમારી પાસે ઓળખ કાર્ડ, આવક પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો માંગવામાં આવશે.અરજીપત્રકની સાથે તમામ દસ્તાવેજો બેંકમાં જમા કરાવો. આ પછી જો બધું યોગ્ય જણાય અને તમે પાત્ર છો તો તમને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.