Kisan Yojana: આ ખેડૂતોને નહી મળે PM કિસાન યોજનાના આગામી હપ્તાના પૈસા
Kisan Yojana: ખેડૂતો પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ કેટલાક ખેડૂતોને સરકાર તરફથી 18મા હપ્તાનો લાભ મળી શકશે નહીં. કેન્દ્ર સરકાર ભારતના ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાં ખેડૂતોને અલગ-અલગ લાભો આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યોજના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી હતી. મોદી સરકારે આ યોજના વર્ષ 2019માં શરૂ કરી હતી.
આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા મોકલવામાં આવે છે. આ રકમ DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે.
આ નાણાં ખેડૂતોને ચાર મહિનાના સમયગાળામાં 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. તાજેતરમાં સરકાર દ્વારા 17મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે.
હવે ખેડૂતો યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ કેટલાક ખેડૂતોને સરકાર તરફથી 18મા હપ્તાનો લાભ મળી શકશે નહીં.
જે ખેડૂતોએ કિસાન યોજના હેઠળ હજુ સુધી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. તે ખેડૂતો માટે યોજનાનો આગામી હપ્તો અટકી શકે છે.
આ સાથે જે ખેડૂતોએ હજુ સુધી વેરિફાઇ પ્રક્રિયા પૂર્ણ કરી નથી. તેમનો આગામી હપ્તો પણ અટકી શકે છે.