શું મહિલા ખેડૂતોને પણ PM કિસાન યોજનાનો લાભ મળે છે? આ છે નિયમ
ભારત એક કૃષિપ્રધાન દેશ છે, તેથી જ સરકાર ભારતમાં ખેડૂતોને લાભ આપવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સંદર્ભે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.
આ રકમ ચાર મહિનાનાં ગાળામાં રૂ. 2000ના ત્રણ હપ્તામાં DBT દ્વારા સીધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે.
આ યોજનાને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો હોય છે. જેમાં એક પ્રશ્ન એ છે કે શું મહિલા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળે છે.
તો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ માત્ર પુરૂષોને જ નહીં પરંતુ મહિલા ખેડૂતોને પણ સમાન લાભ આપવામાં આવે છે.
જો કે મહિલા ખેડૂતના નામે ખેતી માટે જમીન હોવી જોઈએ. અને આ સાથે મહિલા ખેડૂતે યોજનાઓની બાકી રહેલી પાત્રતા પૂરી કરવી જરૂરી છે.