Vastu Tips: આ વસ્તુ ખરાબ થાય બાદ ભૂલથી પણ ન રાખો ઘરમાં આર્થિક નુકસાન સાથે નોતરશે આ મુશ્કેલી
શું તમે જાણો છો કે આ નકામી વસ્તુઓ તમારા ગ્રહોને બગાડી રહી છે અને તમારા જીવન પર પ્રતિકૂળ અસર કરી રહી છે. તેથી, આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દો તે તમારા માટે વધુ સારું છે. આવો જાણીએ કઈ સામગ્રી કઈ ગ્રહને નબળો બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુકાઈ ગયેલા વૃક્ષો અને છોડ: જ્યારે ઘરના વૃક્ષો અને છોડ સુકાઈ જાય તો તેને કાઢીને નવો છોડ વાવો. કારણ કે સૂકા વૃક્ષો અને છોડ બુધ ગ્રહને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે તમારી બુદ્ધિ ક્ષીણ થવા લાગે છે.
તૂટેલું કે સડેલું લાકડુંઃ ઘરમાં લાકડાની ઘણી વસ્તુઓ હોય છે જે સમય સાથે તૂટી જાય છે અથવા બગડી જાય છે. પરંતુ તેમ છતાં અમે તેમને ઘરે રાખીએ છીએ. તેના કારણે સૂર્યને નુકસાન થાય છે અને તેનાથી સમાજમાં તમારું માન-સન્માન ઓછું થવા લાગે છે.
ફાટેલા અને જૂના કપડાઃ ઘરમાં ફાટેલા અને જૂના કપડા રાખવાથી શુક્ર ગ્રહને નુકસાન થાય છે. જેના કારણે તમારી સુંદરતામાં ઘટાડો થવા લાગે છે અને સુખ અને સૌભાગ્ય છીનવાઈ જાય છે.
તૂટેલું મંદિરઃ ઘરના પૂજા મંદિરને સાફ રાખવાની સાથે આ વાતનું પણ ધ્યાન રાખો કે મંદિરને કોઈપણ રીતે નુકસાન ન પહોંચવું જોઈએ. ક્ષતિગ્રસ્ત મંદિરના કારણે ગુરુ ગ્રહને નબળો પાડે છે અને તમારી શાંતિ અને જ્ઞાન છીનવાઇ જાય છે.
ફાટેલા ચંપલઃ ઘરમાં જૂના કે ફાટેલા ચંપલ રાખવાથી શનિ ગ્રહને નુકસાન થાય છે. શનિ ખરાબ હોય તો કરિયર અને બિઝનેસમાં પ્રગતિ અટકી જાય છે.