13 દિવસ બાદ આ 4 રાશિના જાતકનું નસીબ ચમકશે, આર્થિક સ્થિતિ સુધરતા થશે માલામાલ ,આ સાથે થશે આ લાભ
જ્યોતિષમાં આમ તો કોઇ પણ ગ્રહનું અસ્ત થવું અશુભ મનાય છે પરંતુ કેટલીક વખત આ સ્થિતિ ખૂબ જ શુભ ફળ આપે છે. 24 જાન્યુઆરીએ શનિ અસ્ત થઇ રહ્યો છે અને 34 દિવસ સુધી અસ્ત રહેશે. શનિની આ સ્થિતિ 4 રાશિના લોકો માટે ખૂબ શુભ સાબિત થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અસ્ત થતાં સૂર્ય શનિની શક્તિ સૂર્ય ખેંચી લેશે,. આ સ્થિતિમાં શનિ અને સૂર્ય સાથે જોડાયેલી રાશિ પર ખાસ અસર થશે
કર્ક રાશિના જાતકો માટે 34 દિવસનો આ સમય આરામની દષ્ટીએ ઉત્તમ છે. આ સમયમાં પ્રયાસ કરો કે વધુમાં વધુ સમય પરિવાર સાથે વ્યતિત થાય. ઘરની સજાવટનું કામ પરિવારના સભ્યો સાથે મળીને થઇ શકે છે. આ સમય આપનું મગજને રિચાર્જ કરવાનો પ્રયાસ કરો.
વૃશ્ચિક રાશિ માટે પરિસ્થિતિના કારણે દૂર ગયેલા લોકોનું પુન નજીક આવવનો યોગ બની રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપ આર્થિક સમસ્યાથી પરેશાન હો તો ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ ખૂલશે. આપના ઉચ્ચ અધિકારીઓથી પણ લાભ થશે. કાર્યક્ષેત્ર લાભ થઇ શકે છે.
મકર રાશિના જાતકોને પણ લાભ મળશે, શનિ કમજોર થતાં વિલંબમાં પડેલા કાર્ય ફરી ગતિ પકડશે. માનસિક સમસ્યાનો તણાવનો પણ અંત આવશે. આ સમયમાં ચંદ્ર દેવનું ધ્યાન કરો. 1 કિલો ચાવલ માતા સમાન મહિલાને દાન કરો. સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. આ સમય આપના માટે લાભદાયી છે.
મીન રાશિ માટે પણ શનિનું અસ્ત થવું શુભ ફળ આપશે. સ્વાસ્થ્ય સુધારમાં પ્રારંભ થશે. જૂની બીમારીથી રાહત મળશે. હાલ આપના આત્મવિશ્વાસને ઓછો ન થવા દો. કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે,.