Surya Gochar 2024: 15 જૂને સૂર્યની બદલાશે ચાલ, આ 4 રાશિઓ થશે માલામાલ
સૂર્ય 15 જૂને સવારે 4:27 વાગ્યે વૃષભ રાશિમાં તેની યાત્રા સમાપ્ત કરી મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તે 16 જુલાઈના રોજ રાત્રે 11:19 વાગ્યા સુધી સંક્રમણ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિથુન રાશિમાં સૂર્યનું ગોચર મેષ રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થશે. પ્રગતિના માર્ગો ખુલશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને તેમની કારકિર્દીમાં લાભ મળશે. ધન પ્રાપ્તિનો માર્ગ સરળ રહેશે.
જૂનમાં સૂર્યનું ગોચર કર્ક રાશિના લોકો માટે નોકરી અને સંપત્તિમાં વધારો કરશે. માન-સન્માનમાં વધારો થશે. વ્યાપાર વિસ્તારવાની યોજનાઓ સફળ થશે.
જ્યારે સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરશે ત્યારે કન્યા રાશિના લોકોને સુખની ભેટ મળશે. નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે. ભાગીદારીના ધંધામાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે.
મિથુન રાશિમાં સૂર્યનું સંક્રમણ કુંભ રાશિના લોકોને પણ સુખ પ્રદાન કરશે. લક્ષ્ય પૂર્ણ કરવામાં સફળતા મળશે. અટકેલા કામ પૂરા થશે.
સૂર્યના સંક્રમણના દિવસને સંક્રાંતિ કહેવામાં આવે છે. મિથુન સંક્રાંતિ જૂનમાં ઉજવવામાં આવે છે. સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનને અર્પણ કરો તેનાથી માન-સન્માન વધે છે.