Ahmedabad Jagannath Rathyatra 2022: તસવીરોઃ જુઓ ભગવાન જગન્નાથનું મામેરું
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રીની ઘડીઓ ગણાઈ રહી છે. નગરના નાથના વધામણા લેવા નગરજનો થનગની રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યારે મોસાળ પક્ષમાં ભારે આનંદ અને ઉલ્લાસનો જે માહોલ છે. આ વર્ષે મામેરાનો અવસર સુધાબેન પટેલ પરિવારને મળ્યો છે.
આજે વાજતેગાજતે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની પધરામણી મામેરાના યજમાનને ત્યાં કરવામાં આવી. મૂળ સરસપુરના પરંતુ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં તેઓ રહે છે.
જેટલો આનંદ અને ઉલ્લાસ પોતાના ભાણેજ ના મામેરા નો હોય એટલો જ આનંદ અને ઉલ્લાસ ભગવાન ના મામેરા માં પણ જોવા મળી રહ્યો છે
મામેરામાં ભગવાનના કલાત્મક વાઘા અને સુંદર આકર્ષણ આભૂષણ છે. ભગવાનના વાઘા માં ગાયની એમ્બ્રોઇડરી કરવામાં આવી છે જ્યારે પાઘડીમાં ભગવાનને મોર પંખ લગાવવામાં આવ્યા છે. જરદોશી વર્ક હેન્ડ વર્ક વાળા વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.
ભગવાનના કમળનું મીનાકારી વર્ક કરવામાં આવ્યું છે.. ભગવાનની સોનાની વીંટી તેમજ સુભદ્રાજીની સોનાની નથણી પગની પાયલ તેમજ પાર્વતી શ્રીંગાર અર્પણ કરવામાં આવ્યો છે. વર્ષોથી આ પટેલ પરિવાર મામેરાની રાહ જોઈ રહ્યો હતો.