Ahmedabad Rathyatra 2022: બે વર્ષ બાદ નીકળી ભગવાન જગન્નાથની જળયાત્રા, ભક્તો મન મૂકીને નાચ્યા, જુઓ તસવીરો
1 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના કાળના કારણે બે વર્ષ બાદ પ્રથમ વખત આ રીતે જળયાત્રા યોજાઈ. જળયાત્રામાં ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
સાબરમતી નદીના કિનારે દિલીપદાસજી મહારાજ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓએ ગંગા પૂજન કર્યું હતું ત્યારબાદ સાબરમતી નદીના મધ્યભાગમાંથી કળશમાં જળ ભરવામાં આવ્યું હતું.
જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા, તેમણે કહ્યું સમયસર યાત્રા નીકળે અને પૂર્ણ થાય એવું પોલીસ વિભાગે આયોજન કર્યું છે. સૌ સમાજ અને ધર્મના લોકો યાત્રાનું સ્વાગત કરે એવી અપેક્ષા છે.
મહિલાઓ માથે કળશ લઈ જળયાત્રામાં સામેલ થઈ હતી.
જળયાત્રામાં ભાવિકો મન મૂકીને નાચ્યા હતા.
જળયાત્રાને લઈ પૂજા વિધિ કરતાં મહંત દિલીપદાસજી મહારાજ. તેમણે કહ્યું રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે,રથયાત્રાની ઉજવણી માટે મંદિર પ્રશાસને તૈયારીઓ કરી છે
પૂજા વિધિ કરતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહંત દિલીપદાસજી મહારાજ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી.
સાબરમતી નદીના કિનારે જળયાત્રામાં સામેલ થયેલા ભાવિક ભક્તો.