એક મહિના સુધી ઉજવાશે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવ, અમદાવાદમાં બનાવાયું પ્રમુખસ્વામી નગર, જુઓ 10 અદભૂત તસવીરો
પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવની અમદાવાદમાં તડામાર તૈયારી ચાલી રહી છે. અમદાવાદના ભાડજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજ નગર આકાર પામી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન મોદીના હસ્તે શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન કરાશે. આ મહોત્સવ 14 ડિસેમ્બરથી શરૂ થશે અને 15 જાન્યુઆરીએ પૂર્ણ થશે.
એક મહિનો સુધી ચાલનારા આ મહોત્સવની લાખો લોકો મુલાકાત લેશે. પ્રમુખ સ્વામી નગરમાં કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વાર બનવાયો છે. નગરમાં પ્રવેશતા જ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમાના દર્શન થશે. આ ઉપરાંત, અહીં પ્રદર્શન ખંડો, બાળ નગરી, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, ધર્મ સંવાદિતા જેવા સ્થળો આકર્ષણનું કેન્દ્ર બનશે.
15 ડીએમ્બરથી આ નગર જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે. જે બપોરના 2 વાગ્યાથી રાત્રીના 10 કલાક સુધી ખુલ્લું રહેશે. જ્યારે રવિવારે સવારે 9 વાગ્યાથી પ્રવેશ મળશે.
પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતિના અવસરે ભારત સહિત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે. જે ઉજવણી હેઠળ કેનેડા અને અમેરિકામાં આવેલ નાયગ્રા ધોધને સફેદ અને કેસરી રંગની લાઈટોથી પ્રકાશિત કરીને નાયગ્રા પાર્ક્સ કમિશન અને નાયગ્રા ફોલ્સ એલ્યિમિનેશન બોર્ડે પ્રમુખસ્વામી મહારાજને બીએપીએસના સ્વામી અને સ્વયંસેવકો સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
માત્ર ભારતમાં જ નહીં, સ્વામીનારાયણ સંપ્રદાયને અનુસરતા લોકો અનેક દેશોમાં વસે છે. જેથી અનેક દેશોમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરો સ્થપાયા છે.
પ્રમુખ સ્વામી મહારાજ પ્રથમ વખત 1974માં કેનેડા ગયા હતા. કેનેડાના ટોરેન્ટો સ્થિત સ્વામીનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
વર્ષ 1988માં તેમનું કેનેડાની સંસદમાં સન્માન કરવામાં આવ્યું હતુ. આમ પ્રમુખ સ્વામી મહારાજે 13 વખત કેનેડાની મુલાકાત લીધી હતી.
વર્ષ 2017માં પ્રમુખ સ્વામી મહારાજની અસ્થિઓનું વિસર્જન નાયગ્રા ધોધમાં કરવામાં આવ્યું હતુ. સાથે જ નાયગ્રા પાર્ક્સ કમિશન પર પ્રમુખ સ્વામી મહારાજની યાદમાં સ્મારક વૃક્ષ રોપવામાં આવ્યું હતુ.
આમ કેનેડાના લોકો સાથે પહેલેથી જ પ્રમુખ સ્વામી મહારાજ સંકળાયેલા હોય તેવુ ત્યાના લોકો અનુભવે છે. જેથી તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમની 100મી જન્મજયંતિ પર નાયગ્રા ધોધને સફેદ અને કેસરી લાઈટોથી પ્રકાશિત કરવામાં આવ્યું હતુ.
અહી બાળનગરી પણ બનાવવામાં આવી છે.