Ambaji Melo: અંબાજીના રોડ રસ્તા પર પદયાત્રીઓ ઉમટ્યા, ભક્તોએ કર્યુ સોનાનું દાન, જુઓ તસવીરો
બે વર્ષ બાદ અંબાજીના પદયાત્રામાં સેવા કેમ શરૂ થયા છે ત્યારે જે લોકો પદયાત્રી સંઘમાં આવે છે તે લોકો માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના એસજી હાઇવે પર પણ અનેક સેવા કેમ્પ આવેલા છે અને જેટલા પણ પદયાત્રીઓ આવે છે તેમના માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદના વંદે માતરમ વિશ્વકર્મા મિત્ર મંડળ દ્વારા પણ દર વર્ષે આ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે આ વર્ષે સેવા કરતા સેવાર્થીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં તમામ પદયાત્રીઓ માટે જલેબી અને ભજીયા નું આયોજન કરવામાં આવ્યું છે.
અંબાજી મંદિરમાં માતાજીને સોનાનો હાર એક માઇભક્તે દાન કર્યો છે. સોનાનો હાર નો દાન મુંબઇ ના એક દાતા દ્વારા કરવા માં આવ્યો છે. અંબાજી મંદિર માં દાન કરેલા સોનાના હાર નો વજન 105 ગ્રામ છે
જે મુંબઇ ના દાતા દ્વારા અંબાજી મંદિર માં માતાજી ને ભેટ કરાયો છે. દાન કરેલા સોનાના હાર ની કિંમત 4,80,000 છે.
દાન કરેલા સોનાના દાતાની અંબાજી મંદિરનાં વેયવટ દાર આર.કે.પટેલ અને ટેમ્પલ સ્પેક્ટર સતીષ ગઢવીએ આભાર વ્યક્ત કર્યો હતો.
અંબાજી મંદિરમાં ભક્તો દ્વારા આ વર્ષે મોટા પાયે દાન કરવામાં આવી રહ્યું છે.
અંબાજી જતો સંઘ