Magh Purnima 2021: આજે છે આ વિશેષ પર્વ, સુખ શાંતિ માટે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી ધોવાઇ જાય છે તમામ પાપ
ગંગા સ્નાનથી શરીરના રોગ દૂર થાય છે અને તમામ પાપ ધોવાઇ જાય છે તેમ કહેવાય છે. આ કારણે ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓની વિશેષ ભીડ જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકલ્પવાસ કરનારા તમામ શ્રદ્ધાળુ આજના દિવસે ગંગા મૈયાની પૂજા-અર્ચના કરી સાધુ, સંતો અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે. આજના દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે.
પૌરાણિક ગ્રંથોમાં પણ આ વાતનો ઉલ્લેખ મળે છે. પૌરાણિક કથા મુજબ, આ ખાસ દિવસે દેવતા પણ પોતાનું રૂપ બદલીને ગંગા સ્નાન માટે પ્રયાગરાજ આવે છે.
પંચાગ અનુસાર આજે મહા સુદ પૂનમની તિથિ છે. આજે માઘ નક્ષત્ર છે અને ચંદ્ર સિહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજના દિવસનું ખાસ મહત્વ છે.
આ દિવસે તલ અને ધાબળાના દાનનું વિશેષ માહાત્મ્ય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ પર તલ ચઢાવવાની પણ પરંપરા છે. તલને સ્વાસ્થ્ય સાથે ગાઢ સંબંધ છે. આ ઉપરાંત જરૂરિયારત મંદોને કાળા ધાબળાનું દાન કરવાથી અનેક પ્રકારની અડચણો દૂર થાય છે. (તમામ તસવીર સૌજન્યઃ ANI)
- - - - - - - - - Advertisement - - - - - - - - -