Ayodhya News: રામ મંદિરમાં 5 ગુંબજ, મોટુ શિખર અને 30થી વધુ સૂર્ય સ્તંભ સાથે દેખાઇ રહી ભવ્ય કોતરણી, જુઓ.....
Ayodhya News: આગામી 22 જાન્યુઆરી 2024ના દિવસે ભારતના ભવ્ય અયોધ્યા રામ મંદિરનું ઉદઘાટન થઇ રહ્યુ છે. હાલમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યની તસવીરો જાહેર કરવામાં આવી છે. જે દરેકને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. અત્યારે જે તસવીરો સામે આવી છે તેમાં રામ મંદિરમાં 5 મંડપ, શિખરની નવો લૂક અને સાથે ભવ્ય કોતરણી સાથે 30થી વધુ સૂર્યસ્તંભ દેખાઇ રહ્યાં છે, જુઓ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની અંદરની નવી તસવીરો સામે આવી છે, જે ખૂબ જ સુંદર અને આકર્ષક છે.
રામ મંદિરની આ નવી તસવીરો મંદિરના ગુંબજની છે, જેમાં કારીગરોએ પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે.
કલાકારોએ ગુંબજમાં અનેક પ્રકારની સુંદર અને આકર્ષક ફૂલોની આકૃતિઓ કોતરેલી છે.
અન્ય તસવીરોમાં, ભગવાનના વિવિધ સ્વરૂપોને આકૃતિઓ દ્વારા દર્શાવવામાં આવ્યા છે.
મંદિરના સ્તંભોમાં આકર્ષક ડિઝાઇન બનાવવામાં આવી છે, જે દરેકના મનને આકર્ષે છે.
ઉદઘાટન સમારોહને ધ્યાનમાં રાખીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.