Bhai Beej 2023: ભાઇ બીજના દિવસે ભાઇ-બહેન ભૂલથી પણ ના કરો આ ભૂલ, રાખો આ બાબતોનું ધ્યાન
Bhai Beej 2023: ભાઈ બીજનો તહેવાર વર્ષ 2023 માં 14 અને 15 નવેમ્બર બંનેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે. આવો જાણીએ આ દિવસે ભાઈ-બહેનોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાઈ બીજના દિવસે ખાસ ધ્યાન રાખો કે તિલક હંમેશા શુભ સમયે જ કરવું જોઈએ. કોઈપણ સમયે તિલક ન કરવું.
ભાઈ બીજના દિવસે ભાઈ અને બહેન બંનેએ કાળા રંગના કપડા બિલકુલ ન પહેરવા જોઈએ. આ એક શુભ દિવસ છે, આ દિવસે કાળા રંગના કપડાં પહેરવાની મનાઈ છે.
ભાઈ બીજના દિવસે બહેનો જ્યાં સુધી તેમના ભાઈને તિલક ન કરે ત્યાં સુધી પાણી પીવું જોઇએ નહીં
ભાઈ બીજનો દિવસ ખૂબ જ પવિત્ર દિવસ છે, આ દિવસ ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધનું પ્રતિબિંબ છે. આ દિવસે ભાઈ-બહેનોએ એકબીજા સાથે ખોટું ન બોલવું જોઈએ.
આ દિવસે માંસનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી તમારે યમના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.