Canada: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ, નાયગ્રા ધોધ પર કરાઈ રોશની, જુઓ તસવીરો
માત્ર ભારતમાં જ નહીં, સ્વામીનારાયણ સંપ્રદાયને અનુસરતા લોકો અનેક દેશોમાં વસે છે. જેથી અનેક દેશોમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરો સ્થપાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રમુખ સ્વામી મહારાજ પ્રથમ વખત 1974માં કેનેડા ગયા હતા. કેનેડાના ટોરેન્ટો સ્થિત સ્વામીનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
વર્ષ 1988માં તેમનું કેનેડાની સંસદમાં સન્માન કરવામાં આવ્યું હતુ. આમ પ્રમુખ સ્વામી મહારાજે 13 વખત કેનેડાની મુલાકાત લીધી હતી.
વર્ષ 2017માં પ્રમુખ સ્વામી મહારાજની અસ્થિઓનું વિસર્જન નાયગ્રા ધોધમાં કરવામાં આવ્યું હતુ. સાથે જ નાયગ્રા પાર્ક્સ કમિશન પર પ્રમુખ સ્વામી મહારાજની યાદમાં સ્મારક વૃક્ષ રોપવામાં આવ્યું હતુ.
આમ કેનેડાના લોકો સાથે પહેલેથી જ પ્રમુખ સ્વામી મહારાજ સંકળાયેલા હોય તેવુ ત્યાના લોકો અનુભવે છે. જેથી તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમની 100મી જન્મજયંતિ પર નાયગ્રા ધોધને સફેદ અને કેસરી લાઈટોથી પ્રકાશિત કરવામાં આવ્યું હતુ.
તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર