આ શક્તિપીઠમાં માતાજીની મુર્તિ નહી પણ પારણાની પૂજા થાય છે, જાણો મંદિરનો ઈતિહાસ
આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે પ્રયાગરાજમાં શક્તિપીઠ 'અલોપ શંકરી' સહિત અન્ય તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ છે. ભક્તો ચુંદડી, નાળિયેર અને શ્રૃંગારની અન્ય વસ્તુઓ અર્પણ કરીને માતાના દર્શન કરી રહ્યા છે અને માતાજીના આશીર્વાદ લઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૌરાણિક માન્યતાઓ અનુસાર, નવરાત્રિના અવસર પર આ શક્તિપીઠમાં સાચા હૃદયથી જે પણ માંગવામાં આવે છે, તે માતાજી અવશ્ય પૂરી કરે છે. માતાના દરબારમાંથી કોઈ ખાલી હાથે જતું નથી. અહીં નવરાત્રીના નવ દિવસ સુધી માતાનો સુંદર શ્રૃંગાર અલગ-અલગ રૂપમાં કરવામાં આવે છે.
આ શક્તિપીઠની કથા સ્કંદ પુરાણ સાથે જોડાયેલી છે. સ્કંદ પુરાણ અનુસાર, જ્યારે ભગવાન શિવે સતીના શરીરના ટુકડા કરી નાખ્યા હતા, ત્યારે તેમના જમણા હાથની નાની આંગળી પ્રયાગરાજમાં સંગમના કિનારે આ સ્થાન પર પડી હતી અને અદ્રશ્ય થઈ ગઈ હતી. તે સમયે અહીં આવેલા કુંડમાં સતીની આંગળી પડી અને અદ્રશ્ય થઈ ગઈ. આ કારણથી આ શક્તિપીઠનું નામ અલોપ શંકરી રાખવામાં આવ્યું છે.
અહીં માતાની કોઈ મૂર્તિ નથી અને ભક્તો પારણાની પૂજા કરે છે. આ પારણું અહીં દેવી માતાના પ્રતિક તરીકે મૂકવામાં આવ્યું છે. આજે નવરાત્રિના પ્રથમ દિવસે આ શક્તિપીઠના ગર્ભગૃહને ખૂબ જ સુંદરતાથી શણગારવામાં આવ્યું છે.
શક્તિપીઠ આલોપ શંકરીમાં ભક્તોની એટલી ભીડ છે કે પગ મુકવાની જગ્યા નથી. મંદિર પરિસરની સાથે બહાર રોડ સુધી ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે.
બે વર્ષથી કોરોનાના કારણે મંદિરનું ગર્ભગૃહ બંધ હતું અને ભક્તોને દર્શન કરવાનો મોકો મળ્યો ન હતો. નવરાત્રિના પ્રથમ દિવસે આજે આલોપ શંકરી શક્તિપીઠ ખાતે પહોંચેલા ભક્તો પણ કોરોના રોગચાળાના અંત માટે વિશેષ પ્રાર્થના કરી રહ્યા છે.