રેડ કાર્પેટ પર પહોંચી કિયારા અડવાણી, એક્ટ્રેસની કાતિલ અદાઓ જોઇ લોકો થયા દિવાના
કોઈ પણ એવોર્ડ ફંક્શન હોય બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી હંમેશા તેની ફેશન સેન્સ માટે હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં રેડ કાર્પેટ પર પહોંચેલી એક્ટ્રેસ કિયારા અડવાણી ફરી એકવાર બોલ્ડ કપડામાં જોવા મળી હતી. તેની અદાઓ જોઇને ચાહકો દિવાના બન્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઈકાલે રાત્રે ગ્રાઝિયા મિલેનિયલ એવોર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બી-ટાઉનના તમામ સેલેબ્સ સામેલ થયા હતા. કિયારા અડવાણી પણ હતી, જેણે પોતાના ગ્લેમરલ લુકથી તમામનું ધ્યાન ખેંચ્યુ હતું.
કિયારાએ આ એવોર્ડ નાઇટ માટે બ્લૂ રંગનો ચમકદાર જમ્પસૂટ પસંદ કર્યો હતો જેમાં તેની ડીપ કટ પ્લંજિંગ નેકલાઇન તેના દેખાવમાં વધારો કરી રહી હતી.
આ આઉટફિટની કમરમાં બાંધવામાં આવેલો બેલ્ટ તેને પરફેક્ટ ફિટિંગ આપવાનું કામ કરી રહ્યો હતો.
કિયારાએ પોતાને ગ્લૈમ મેકઅપથી આ લુકને ખાસ બનાવ્યો છે.