Chanakya Niti: સફળતા સાથે સન્માન પણ મેળવે છે આવા લોકો, બસ છોડી દો આ 4 આદત
ચાણક્ય નીતિમાં એવી કેટલીક વાતો બતાવી છે જે વ્યક્તિને સફળતાની સાથે સન્માનને પાત્ર પણ બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલ બચ્ચન ન બનોઃ ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ જમીન સ્તર પર કામ કરે છે, ચીજોમાં ઉમેરો કરીને બોલતા નથી તેમને સફળતા મળે છે, ઉપરાંત બીજાની નજરમાં તેમનું કદ ઉંચું થઈ જાય છે. દરેક જગ્યાએ સન્માન મળે છે. ઉપરાંત જે વ્યક્તિ દરેક જગ્યાએ તેમની સફળતા અંગે બોલે છે તે મજાક પાત્ર બને છે.
પીઠ પાછળ વાત કરવીઃ બીજાની નિંદા કરવી, મજાક ઉડાવવી વ્યક્તિની છબીને નુકસાન પહોંચાડે છે. આમ કરનારા લોકો ગમે તેટલા સફળ કેમ ન હોય તેમને સન્માન મળતું નથી. નિંદા કરનારા લોકોનો સાથ પણ છોડી દો.
જૂઠ્ઠું બોલતાથી સાવધાનઃ ચાણક્ય કહે છે કે જે લોકો જૂઠ્ઠું બોલીને અને બીજાનું અહિત કરીને સફળતા મેળવે છે તેમણે એક દિવસ અપમાનનો સામનો કરવો પડે છે. આવા લોકોથી સાવધાન રહેવું જોઈએ.
લોભથી પણ સાવધાન - લોભ એ એક પ્રકારનું ધીમા ઝેર છે, જે વ્યક્તિના સારા કાર્યોને ધીરે ધીરે નાશ કરે છે. બીજી તરફ, જેઓ લોભનો ત્યાગ કરે છે તે દરેકના પ્રિય અને સફળ બને છે.
માન આપશો તો માન મળશે - જો આપણને મોટું પદ મળે, પૈસા અને પ્રતિષ્ઠા મળે તો આપણે અભિમાન ના કરવું જોઈએ. બીજાનું અપમાન ન કરો. દરેકને માન આપીશું તો આપોઆપ માન મળવા લાગશે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.