Dhanteras Daan: ધનતેરસ પર કરો આ દાન, ક્યારેય ખાલી નહીં થાય ધનનો ભંડાર
ધનતેરસ પર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા યુક્તિઓ કરવામાં આવે છે. ધનતેરસના દિવસથી દિવાળીનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી કે વાસણો ખરીદવાની પરંપરા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધનતેરસના દિવસે લોખંડનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે. ધનતેરસ કે દિવાળીના દિવસે લોખંડનું દાન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા સાથે શનિદેવનું શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે.
ધનતેરસ અને દિવાળીના દિવસે સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ બંને દિવસે સાવરણીનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય તમે કોઈ પણ મંદિરમાં સાવરણી દાન કરી શકો છો. આવું કરવાથી ધનની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી.
દિવાળી અને ધનતેરસના દિવસે કોઈ જરૂરિયાતમંદને કપડાંનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન કુબેર તેનાથી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ વરસાવે છે. કુબેરની કૃપાથી ઘરમાં ધનનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી. ધનતેરસના દિવસે વસ્ત્રોનું દાન મહાદાન માનવામાં આવે છે.
ધનતેરસ અને દિવાળી પર ભોજન અને વસ્ત્રો સિવાય નારિયેળ અને મીઠાઈઓ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનનો ભંડાર ભરાય છે અને જીવનમાં શુભતા આવે છે.
Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.