Ganesh Chaturthi 2022 Photos: અમદાવાદના લાલ દરવાજાના મહારાજાના દર્શનાર્થે ઉમટ્યાં ભક્તો, જુઓ તસવીરો
ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે.ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુખ કરતા દુખહર્તાનું આગમન થઈ ગયું છે ત્યારે મુંબઈમાં લાલબાગ કા રાજાની જેમ અમદાવાદના લાલ દરવાજાના મહારાજા નો પંડાલ તૈયાર થઈ ગયો છે
મોટી સંખ્યામાં ગણેશ ભક્તો તેના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. જે લોકો લાલબાગ કા રાજાના દર્શન કરવા નથી જઈ શકતા તે લોકો માટે અમદાવાદના આંગણે જ લાલ દરવાજાના મહારાજા માં લાલબાગ ચા રાજાi આબેહૂબ મૂર્તિના દર્શન થશે.
બે વર્ષ નિયંત્રણ બાદ આ વર્ષે ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. વિશાળ મૂર્તિના દર્શન અહીં થાય છે ભગવાનને સુવર્ણ અલંકારથી સુશોભિત પણ કરવામાં આવ્યા છે.
અમદાવાદના લાલ દરવાજાના મહારાજાના દર્શનાથે ગણેેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે.
અમદાવાદમાં લાલ દરવાજાના મહારાજા વહેલી સવારથી જ ગણેશ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્ય અને દેશભરમાં 10 દિવસ દરમિયાન ભક્તો ગણેશ ભક્તિમાં લીન થઈ જશે.
અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. આ વખતે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર 2022ના રોજ છે. આ દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.