Ganesh Chaturthi 2023: આજે ગણેશ ચતુર્થી પર ભૂલથી પણ ના કરો આ કામ, જાણો ગણેશજીની પૂજાના નિયમો

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ નહીં તો તમને પૂજાનું ફળ મળશે નહીં. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર 2023ના રોજ છે.

ભગવાન ગણેશજી

1/7
Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ નહીં તો તમને પૂજાનું ફળ મળશે નહીં. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર 2023ના રોજ છે.
2/7
મુહૂર્ત - ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં જ બાપ્પાની સ્થાપના કરો. આનાથી તમને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થશે. બપોરનો સમય પૂજા માટે શ્રેષ્ઠ છે. એકવાર સ્થાપના થયા બાદ ભગવાન ગણેશજીની મૂર્તિને અન્ય સ્થળે ખસેડશો નહીં.
3/7
સાચી દિશા - ગણપતિની મૂર્તિની સ્થાપના પૂર્વ કે ઉત્તર-પૂર્વ ખૂણામાં જ કરો. આમ કરવાથી 10 દિવસ સુધી ઘરમાં બાપ્પાનો વાસ રહે છે.
4/7
જો તમે ઘરમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરી રહ્યા છો તો તેને દરરોજ સવાર-સાંજ 10 દિવસ સુધી આરતી કરો અને થાળ ધરાવો. મૂર્તિની નજીક અંધારુ ના થવા દો.
5/7
ગણપતિજીને સિંદૂર, દૂર્વા અને મોદક અર્પણ કરો પરંતુ બાપ્પાની પૂજામાં ભૂલથી કેતકીના ફૂલ અને તુલસીનો ઉપયોગ ના કરો. પૂજામાં વાસી અથવા સુકાઈ ગયેલા ફૂલોનો ઉપયોગ ના કરો.
6/7
ગણેશજીના પ્રિય રંગો લાલ અને પીળા છે. આ રંગોના કપડાં પહેરીને જ પૂજા કરો. ભૂલથી પણ કાળા રંગના કપડાં ના પહેરો. જો તમે આમ કરશો તો 10 દિવસની પૂજા વ્યર્થ જશે અને તમને કોઈ પરિણામ નહીં મળે.
7/7
ગણેશ ઉત્સવ દરમિયાન માંસ અને દારૂનું સેવન ન કરો. તામસિક ભોજનથી પણ દૂર રહેવું જોઈએ. ગણેશ ચતુર્થીના રોજ વ્રત રાખનારાઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. શરીરની સાથે મનની પણ શુદ્ધતા રાખો, કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો કે કોઈની સાથે વાદ-વિવાદ ન કરો.
Sponsored Links by Taboola