Ganesh Chaturthi: બોક્સ ક્રિકેટ થીમ પર બનેલા ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર, મુષકરાજ કરે છે બોલિંગ તો એમ્પાયર છે નંદી, જુઓ તસવીરો
હૈદરાબાદમાં બાપ્પાનો બેટ્સમેન અવતાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ક્રિકેટ બોક્સ થીમ પર બનેલા આ પંડાલમાં ગજાનન બેટ પકડીને જોવા મળી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગણપતિનું વાહન મુસકરાજ બોલિંગ કરતાં જોવા મળી રહ્યા છે. જ્યારે શિવની સવારી નંદી અમ્પાયરની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
આ ગણેશ પંડાલના ઓર્ગેનાઇઝર આકાશ અગ્રવાલે કહ્યું, અમે દરેક વર્ષે ગણપતિ સ્થાપન કરીએ છીએ. આ વર્ષે અમે બોક્સ ક્રિકેટ થીમ પર ગણપતિ સ્થાપન કર્યું છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
જેમાં ભગવાન ગણેશ બેટિંગ કરી રહ્યા છે, મુસકરાજ (ઉંદર) બોલિંગ અને નંદી એમ્યાપરની ભૂમિકામાં છે. શહેરના ખૂણે ખૂણામાંથી ગણેશભક્તો અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
આ ઉપરાંત તેમણે કહ્યું, અમે અહીંયા દર્શનાર્થે આવતા બાળકોનેબેટ અને બોલ ગિફ્ટમાં આપીએ છીએ. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
આકાશ અગ્રવાલના કહેવા મુજબ, અમે અહીંયા 2009થી દર વર્ષે અલગ થીમ પણ ગણપતિ સ્થાપન કરી રહ્યા છીએ. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
લોકોમાં જાગૃતિ આવે માટે અમે માત્ર માટીમાંથી જ ગણપતિ બનાવીએ છીએ. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
તસવીર સૌજન્યઃ એએનઆઈ