Guru Purnima 2023: ગધેથડ ગામ સ્થિત ગાયત્રી આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન મોકુફ રાખવામાં આવ્યું, જાણો કારણ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ સ્થિત ગાયત્રી આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન મોકુફ રાખવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદર વર્ષે લાખો ભક્તો ગુરુપૂર્ણિમાના પાવન દિવસે દિવસે પૂજ્ય લાલબાપુના દર્શન માટે આવે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુ એ ભક્તો હેરાનના થાય તે માટે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવાનું મોકુફ રાખ્યું છે.
પૂજ્ય લાલબાપુના શિષ્ય રાજુ ભગત અને દોલુ ભગતે જણાવ્યું કે પૂજ્ય લાલબાપુ આગામી 7 દિવસ અજ્ઞાતવાસમાં રહેશે અને ભાવિ ભક્તોને ગુરુપૂર્ણિમાના દિવસે દર્શનનો લાભ આપશે નહીં .
ગુરુ પૂર્ણિમાના દિવસે આશ્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતાં હોય છે.
જાણીતા કથાકાર જીગ્નેશ દાદા સાથે લાલબાપુની ફાઈલ તસવીર