Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Dough kneed easy tips :લોટ બાંધતી વખતે આ 4 ટિપ્સ કરો ફોલો, માખણ જેવી નરમ બનશે રોટલી
રોટલીને ગોળાકાર બનાવવાનો અર્થ છે કે, તમે રસોઈમાં નિપુણતા મેળવી લીધી છે. તેથી જ માતાઓ પહેલા તેમની દીકરીઓને ગોળ રોટલી બનાવતા શીખવે છે. પરંતુ એ પણ સાચું છે કે રોટલી ત્યારે જ નરમ અને ગોળ બને છે જ્યારે તમે લોટ બરાબર બાંઘવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો રોટલીના લોટને બાંધતી વખતે કેટલી ખાસ ટિપ્સ અપનાવવામાં આવે તો ચોક્કસથી રોટલી સોફટ બનશે
લોટ બાંધતી વખતે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. હુંફાળા પાણીથી ગૂંથેલા કણકમાંથી બનેલી રોટલી નરમ છે. આ રીતે લોટ બાંધવાથી રોટલી લાંબા સમય સુધી નરમ રહે છે અને સખત થતી નથી.
આ સિવાય સોફ્ટ કણક ભેળવવા અને પફી રોટલી બનાવવા માટે ઓછામાં ઓછા 10 મિનિટ સુધી લોટ બાંધો. તમે લોટ બાંધવા માટે પનીર પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ ટ્રીક પણ ઘણી સારી છે.
આ સિવાય તમે દૂધનો ઉપયોગ લોટ બાંધવા માટે પણ કરી શકો છો. જ્યારે તમે થાળીમાં સૂકો લોટ ભેળવા માટે લો ત્યારે તેમાં અડધો કપ દૂધ ઉમેરો. આ ટિપ્સ રોટલીને વધુ સોફ્ટ બનાવશે.
રોટલીને સોફટ બનાવવા માટે આપ રોટ બાંધ્યા બાદ 30 મિનિટ તેને કપડાં કવર કરીને ઉપર વાસણ ઢાંકીને મૂકી રાખો, આ રીતે 30 મિનિટ રહેવા દો બાદ રોટલી બનાવો, તો રોટલી સોફટ બનશે.