Hindu New Year 2024: હિન્દુ નવા વર્ષની શરૂઆત ક્યારે થશે, નોંધી લો આ સાચી તારીખ
Hindu New Year 2024: હિન્દુ નવું વર્ષ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. ચાલો જાણીએ કે હિન્દુ નવું વર્ષ ક્યારે શરૂ થશે, વિક્રમ સંવત 2081 કેવું રહેશે, આ આર્ટિકલમાં અમે તમને તેની ચોક્કસ તારીખો વિશે જણાવી રહ્યાં છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિન્દુ નવું વર્ષ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાથી શરૂ થાય છે. 26મી માર્ચથી ચત્ર માસની શરૂઆત થશે. હાલમાં હિન્દુ નવું વર્ષ 2080 ચાલી રહ્યું છે. વિક્રમ સંવત 2081, 9 એપ્રિલથી શરૂ થશે.
આપણે નવા વર્ષની શરૂઆત 1 જાન્યુઆરીથી ઉજવીએ છીએ, પરંતુ તે અંગ્રેજી કેલેન્ડર મુજબ છે, પરંતુ હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાથી શરૂ થાય છે. હિન્દી કેલેન્ડરમાં 12 મહિના છે, જેમાંનો પહેલો મહિનો ચૈત્ર છે.
હિન્દુ નવા વર્ષને વિક્રમ સંવત, સંવત્સર, ગુડી પડવા, યુગાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખાય છે. સિંધી સમુદાયના લોકો આ દિવસને ચેટીચાંદ તરીકે ઓળખે છે, મહારાષ્ટ્રમાં આ દિવસ ગુડી પડવા, કર્ણાટકમાં ઉગાડી, આંધ્રપ્રદેશમાં ઉગાડી, ગોવા અને કેરળમાં સંવત્સર તરીકે ઓળખાય છે.
વર્ષ 2024નું નવું વર્ષ 2081 'ક્રોધી'ના નામથી ઓળખાશે. આ વર્ષે સંવતનો રાજા મંગળ અને મંત્રી શનિ રહેશે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, હિન્દુ નવા વર્ષનો પ્રથમ દિવસ જે પણ દિવસે આવે છે, તે આખું વર્ષ તે ગ્રહની માલિકીનું માનવામાં આવે છે.
ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024ના રોજ રાત્રે 11.50 કલાકે શરૂ થશે. ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ 9 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 08.30 વાગ્યે સમાપ્ત થશે.