Vastu Tips: ગિફ્ટમાં જે આ વસ્તુઓ મળે તો સમજી લો કે, જીવનમાં શુભ ઘટનાના છે સંકેત
વાસ્તુશાસ્ત્ર કહે છે કે વ્યક્તિ સાથે જોડાયેલી દરેક વસ્તુ તેના જીવન પર અસર કરે છે, પછી તે હકારાત્મક હોય કે નકારાત્મક. તેથી, જ્યારે પણ આપણે કોઈ વસ્તુ આપણી પાસે રાખીએ, તો પહેલા એ જાણી લો કે તેની તમારા પર શું અસર થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિવાય તમને જણાવી દઈએ કે, વાસ્તુ એ પણ જણાવે છે કે જો તમને કોઈ ભેટ મળી હોય તો તે તમારા માટે કઈ નિશાની લઈને આવ્યું છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ભેટ તરીકે મળેલી કેટલીક વસ્તુઓ વ્યક્તિ માટે સારો સમય દર્શાવે છે. તો ચાલો જાણીએ જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત ડૉ. અરવિંદ પચૌરી પાસેથી, તે કઈ કઈ ભેટ છે, જે પ્રાપ્ત કર્યા પછી તમે સમજી શકશો કે તમારા માટે સારો સમય આવવાનો છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો કોઈ તમને ચાંદી અથવા તેનાથી બનેલી કોઈ વસ્તુ ભેટ આપે છે, તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તમારા પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ છે અને તમને ભવિષ્યમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે.
જો તમને ક્યારેય હાથીની જોડી ભેટમાં મળે તો તે શુભ માનવામાં આવે છે. કારણ કે હાથીને સમૃદ્ધિ, હિંમત અને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે. તે પરિવારમાં સંપત્તિ અને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે. જો હાથી ચાંદી, પિત્તળ અથવા લાકડાનો બનેલો હોય તો તે વધુ સારો માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે તમારા જન્મદિવસ, વર્ષગાંઠ અથવા અન્ય કોઈ પ્રસંગમાં શ્રીયંત્ર ભેટ તરીકે પ્રાપ્ત કરો છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે શ્રીયંત્રને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને 7 ઘોડાની તસવીર ભેટમાં મળે તો તે શુભ સંકેત છે. આ સૂચવે છે કે આવનારા સમયમાં તમને ઘણી પ્રગતિ મળશે.