Ahmedabad Jagannath Rathyatra 2022: બે વર્ષ બાદ જગન્નાથ મંદિરમાં યોજાયો ભંડારો, સાધુ-સંતોને પીરસાયો ભોજનનો રસથાળ
અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં 145મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ-ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી બે વર્ષ બાદ ભક્તોની હાજરીમાં નગરચર્યાએ નીકળવાના છે. જેના પગલે ભક્તોનો ઉત્સાહ આ વખતે ચરમસીમાએ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે જેઠ વદ અમાસ છે ત્યારે ભગવાન સરસપુરના રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળના ઘરેથી પરત ફર્યા હતા. જે બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.
નેત્રોત્સવ વિધિ બાદ આરતી થઈ હતી. જે બાદ ભંડારો યોજાયો હતો. બે વર્ષ બાદ સાધુ સંતોને ભંડારો યોજાયો હતો. અલગ અલગ રાજ્યોમાંથી આવેલા સાધુ સંતોને ભાત-ભારતના ભોજનનો રસથાળ પીરસાયો હતો.
ભંડારામાં 3000 લીટર દૂધપાક, 2000 કિલો માલપુવા, 1000 કિલો બટાકાનું શાક, 1000 કિલો દેશી ચણાનું શાક, 1000 કિલો ભાત, 1000 કિલો પુરી, 1000 કિલો ભજીયા, ૩૦૦૦ લિટર કઢીનું વિતરણ કરાયું હતું.
ભંડારાનો સાધુ-સંતોની સાથે ભાવિક ભક્તો પણ લાભ લીધો હતો.