Angarki Sankashti Chaturthi : વડોદરાનું આ ગણેશ મંદિર છે 100 વર્ષથી વધુ પૌરાણિક, અંગારકી ચોથ પર ઉમટ્યાં ભક્તો
વડોદરામાં ગણેશ ભગવાનના મંદિરે અંગારકી ચોથને લઈને ભક્તો ઉમટી પડ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App100 વર્ષથી પણ જુના આ મંદિરે દેશના અનેક મહાનુભાવો પણ દર્શનાર્થે આવી ચૂક્યા છે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડના જમાના ના મંદિરમાં રાજવી પરિવારના લોકો પણ દર્શને આવતા હોય છે
વડોદરાના સિદ્ધિવિનાયક મંદિરનો મહિમા અનેક વર્ષોથી જોવા મળી રહ્યો છે.
મંદિરમાં સંકટમોચક ગણેશજી સૌનું ભલું કરે એ જ પ્રાર્થના અને અભ્યર્થના સાથે ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે.
દાંડિયા બજારના મુખ્ય રસ્તા પર આવેલા મંદિર બહાર પણ ફૂલ ગુલાબ અને પૂજાની સામગ્રી વેચવા પણ અનેક વેપારીઓ પહોંચે છે
image 10
અંગારકી ચોથના દિવસે ગણપતિને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે.
ગણેશજીને પ્રિય એવા મોદક અને લાલ જાસૂદ, ગોળ તથા પૂજાપા સાથે ભક્તો સિદ્ધિવિનાયકની પૂજા અર્ચના કરે છે
પોષ વદ ચોથ હોવાથી અંગારકી સંકષ્ટ ચતુર્થીની તિથિ બને છે. આ દિવસ 21 ચોથ કર્યાનું ફળ આપે છે. વિક્રમ સંવત 2079માં આ એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી છે.