Valentine’s Day 2023: વેલેન્ટાઈન ડે પર કરો રાધા-કૃષ્ણની પ્રેમ નગરીના દર્શન, આ છે પ્રસિદ્ધ 7 મંદિર
બરસાના રાધા-કૃષ્ણ મંદિર - મથુરા પાસે બરસાનાની મધ્યમાં ટેકરીની ટોચ પર રાધા રાણીનું મંદિર છે. આ ભવ્ય મંદિર રાધા-કૃષ્ણને સમર્પિત છે. એવું કહેવાય છે કે આ મંદિર 1675માં રાજા વીર સિંહે બનાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેમ મંદિર - વૃંદાવનમાં રાધા-કૃષ્ણનું પ્રેમ મંદિર અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 2012માં થયું હતું. આ મંદિર એટલું સુંદર છે કે તેની સુંદરતા દરેકને મોહી લે છે.
રાધા-કૃષ્ણના લગ્નનું મંદિર- રાધા-કૃષ્ણની પ્રેમકથા ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ બ્રજના ભાંડિરવનમાં સ્થિત રાધા-કૃષ્ણનું આ મંદિર તેમના લગ્નનું સાક્ષી માનવામાં આવે છે. તેની સાથે પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. આ રાધા-કૃષ્ણનું એકમાત્ર મંદિર છે જેમાં રાધા અને કૃષ્ણના લગ્ન કરાવતા બ્રહ્માજીની પ્રતિમા સ્થાપિત છે.
જે. કે મંદિર - પ્રાચીન અને આધુનિક શૈલીમાં બનેલું કાનપુરમાં સ્થિત રાધા-કૃષ્ણનું આ મંદિર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર મૂળભૂત રીતે શ્રી રાધાકૃષ્ણને સમર્પિત છે. આ ઉપરાંત શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી અર્ધનારીશ્વર, નર્મદેશ્વર અને શ્રી હનુમાનની મૂર્તિઓ છે.
શ્રી રાધા રમણ મંદિર - આ મંદિર 1542 માં ગોપાલ ભટ્ટ ગોસ્વામી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર રાધા-કૃષ્ણનું છે, પરંતુ અહીં રાધા રાનીની કોઈ મૂર્તિ નથી. ભગવાન કૃષ્ણ પાસે મુગટ રાખવામાં આવે છે. આ રાધા રાણીનું પ્રતીક માનવામાં આવે છે.
ઈસ્કોન મંદિર, વૃંદાવન- વૃંદાવનના ઈસ્કોન મંદિરમાં રાધા-કૃષ્ણની સુંદર પ્રતિમા છે, જેને જોઈને દરેક મંત્રમુગ્ધ થઈ જાય છે. તેને કૃષ્ણ-બલરામ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 1975માં થયું હતું.
માતા પાર્વતી અહીં ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ રાધાના રૂપમાં બિરાજમાન છે.