In Pics: નીચી નમું તો મારી ડોક નમી જાય, વાંકી વળું તો મારી કેડ વળી જાય...જુઓ પાંચમા નોરતાની અમદાવાદની તસવીરો
અમદાવાદમાં ધીમે ધીમે નવરાત્રીનો જંગ જામી રહ્યો છે. પાંચમા નોરતે અમદાવાદની વિવિધ કલબો, પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે રમ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ, ક્લબોમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતાં યુવકોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું.
અમદાવાદના પાર્ટી પ્લોટમાં આ પાઘડી પહેરીને ગરબા રમતો યુવક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
અમદાવાદમાં રાસ-ગરબામાં યુવાધન ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઇ અવનવી સ્ટાઇલમાં ગરબે ઘૂમે છે. મોડી રાત થવા છતાં ખેલૈયાઓ થાકવાનું નામ લેતા નથી
નવરાત્રીમાં ગરબા ગાવાનો જો સૌથી વધુ ઉમંગ હોય તો તે નાના ભૂલકાઓને હોય છે તેઓ પણ મોટાઓની જેમ ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઇ ગરબે ઘૂમે છે ત્યારે તેમને જરા પણ સંકોચ થતો નથી.
અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટમાં યુવાનો ગ્રુપ બનાવીને ગરબા રમતાં નજરે પડ્યા હતા.
અમદાવાદી યુવતીઓએ ગરબાની અવનવી સ્ટાઈલો કરીને આકર્ષણ જમાવ્યું હતું.
આકર્ષક ગરબા મૂવ્સ સાથે અનોખી અદાથી ગરબે ઘૂમતા ખેલૈયાએ પાંચમાં નોરતે અદભૂત માહોલ બનાવ્યો હતો.
નવરાત્રીમાં વીકેન્ડ દરમિયાન અમદાવાદ, ગાંધીનગરના પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં ખેલૈયા, ગરબા પ્રેમી ઉમટી પડશે.
અમદાવાદી યુવકો ટ્રેડિશનલ ડ્રેસ પાછળ મોટો ખર્ચ કરે છે.