Jagannath Rath Yatra 2023: 20 જૂને રથયાત્રા, જગન્નાથ મંદિરના વણઉકેલાયા છે આ રહસ્ય
9 દિવસીય જગન્નાથ યાત્રા અષાઢ માસના શુક્લ પક્ષની બીજની તિથિથી શરૂ થાય છે.જગન્નાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ સ્વરૂપ પણ માનવામાં આવે છે. ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથજીનું આ મંદિર ઘણા રહસ્યોથી ભરેલું છે, જેને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજ્ઞાનનો નિયમ છે કે કોઈપણ વસ્તુ, મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષનો પડછાયો બને છે પરંતુ જગન્નાથ મંદિરના શિખરનો પડછાયો દેખાતો નથી. જગન્નાથ મંદિર લગભગ ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. તેની ઉંચાઈ 214 ફૂટ છે, પરંતુ તેના પડછાયાની ગેરહાજરી આજે પણ એક રહસ્ય છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર શ્રી કૃષ્ણએ મનુષ્ય સ્વરૂપે અવતાર લીધો હતો. આવી સ્થિતિમાં કુદરતના નિયમ મુજબ તેમનું મૃત્યુ નિશ્ચિત હતું. જ્યારે શ્રી કૃષ્ણ મૃત્યુ પામ્યા, ત્યારે પાંડવોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા. આ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બની, કાન્હાનું આખું શરીર પાંચ તત્વોમાં ભળી ગયું પરંતુ તેનું હૃદય ધડકતું રહ્યું. કહેવાય છે કે આ હૃદય આજે પણ જગન્નાથજીની મૂર્તિમાં ધબકે છે.
જગન્નાથ મંદિરનું રસોડું વિશ્વનું સૌથી મોટું રસોડું માનવામાં આવે છે. ગમે તેટલા ભક્તો આવે તો પણ અહીં ક્યારેય પ્રસાદની કમી નથી પડતી. એવું કહેવાય છે કે અહીં અનાજથી ભરેલા 7 માટીના ઘડાઓ એકની ઉપર રાખવામાં આવે છે, આશ્ચર્યની વાત એ છે કે ટોચ પર રાખેલ અનાજ પહેલા પાકે છે.
જગન્નાથજીના મંદિરનું એક બીજું રહસ્ય છે, જેને જાણીને બધા આશ્ચર્યચકિત થઈ જશે. અહીં, મંદિરની ઉપર ક્યારેય કોઈ વિમાન ઉડતું નથી, ન તો કોઈ પક્ષી મંદિરની ટોચ પર બેસે છે, જ્યારે મોટી ઇમારતો પર પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે.