Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Janmashtami 2023 Photos: જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ડાકોર મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું, જુઓ તસવીરો
ડાકોર મંદિરને રોશનીથી શણગારાયું છે. આ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન રણછોડરાયજીના દર્શન માટે ઉમટી પડશે .
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરૂવારે સવારે 6.45 વાગ્યે મંગળા આરતી થશે ત્યારે ઠાકોરજીને સોનાના શંખથી કેશર સ્નાન કરાવવામાં આવશે. બપોરેના એક વાગ્યા સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે.
બપોરે 4.45 કલાકે ઠાકોરજીની ઉત્થાપન આરતી કરાશે, કેવડાનો મંગટ ધારણ કરાવવામાં આવશે. દર્શન રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
રાત્રે 12 વાગ્યે આકાશમાં ભવ્ય આતશબાજી કરાશે. ઠાકોરજીને અભિયંગ સ્નાન કરાવાશે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના જયકારાથી મંદિર પરિસર ગુંજી ઉઠશે
જે બાદ મંદિરને કંકુના થાપા લગાવાશે. ઠાકોરજીને રત્નાપન્નાનો સવા કરોડનો મુગટ ધારણ કરાવાશે. મંદિર પરિસરમાં જ મટકી ફોટો કાર્યક્રમ યોજાશે.
રાત્રે 1 વાગ્યે પારણાની પુજા કરીને ઠાકોરજીની આજ્ઞાા માળા ગોપાલાલજીને ધારણ કરાવીને સૌનાચાંદીના પારણે ઝુલાવવામાં આવશે.સવારે પાંચ વાગ્યે ઠાકોરજીને મહાભોગની આરતી કરીને પોઢાડી દેવાશે.
બીજા દિવસે નંદ મહોત્સવ યોજાશે.