Mahashivratri 2023: ભવનાથમાં જામ્યો શિવરાત્રીના મેળાનો રંગ, રશિયન મહિલા સાધુ આકર્ષણનું કેન્દ્ર
પ્રથમ કાળી ધ્વજા ભૈરવદાદાને ચડાવવામાં આવી હતી ત્યારબાદ હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો,અધિકારીઓ, મનપાના પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ધ્વજારોહણ થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢનાં ભવનાથમાં અનેક સ્થળેથી સાધુ સંતો આવી પહોંચ્યા છે. જેમાં શરીરના સાત ચક્રો વિશે સંશોધન કરનાર રશિયાના યુવાન મહિલા સાધ્વી હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને સાધ્વી બની ગઈ હતી. ગ તવર્ષે તે જૂનાગઢ આવ્યા હતા અને તેઓએ પ્રભાવિત થઈને આ વર્ષે ભવનાથમાં આવીને ધુણી ધખાવી છે. તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે.
મેળો શરૃ થતાં જ મેળામાં અન્નક્ષેત્ર ઉતારા ધમધમતા થઈ ગયા હતા અને અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ ગુંજવા લાગ્યો હતો.
આ ઉપરાંત સાધુ-સંતોએ ધુણા પ્રજ્વલ્લિત કર્યા હતા અને ધુણાની ધૂમ્ર શેરોથી ભવનાથ તળેટીમાં અનોખો માહોલ છવાયો હતો
રાત પડતા આશ્રમો અને જગ્યાઓમાં સંતવાણી અને ભજનની રમઝટ જામી રહી છે.
અને ભવનાથ ક્ષેત્ર હરહર મહાદેવ અને બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠયું હતું.
મહાશિવરાત્રી મેળાના કારણે હાલ ભવનાથમાં અનોખો માહોલ છવાયો છે. કોઈ જાતના ભેદભાવ વિના ભાવિકો અન્નક્ષેત્રમાં ભોજન પર પ્રસાદ લઈ રહ્યા છે.
દશમના ક્ષયના કારણે મેળો પાંચના દિવસે ચાર દિવસનો રહેશે.
સાધુ-સંતો ચાર દિવસ સુધી શિવરાત્રી મેળામાં મહાદેવની આરાધના કરશે.