Exit Poll 2024
(Source: Poll of Polls)
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ રહસ્યોને હજું સુધી કોઇ નથી ઉકેલી શક્યાં
જગન્નાથ મંદિર ચાર ધામોમાં મહત્વનું ધામ છે.ઓડિશાના પુરી શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે. 800 વર્ષથી પણ પ્રાચીન આ જગન્નાથના મંદિર સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. જેને આજદિન સુધી કોઇ નથી ઉકેલી શક્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજગન્નાથજીના મંદિરનું સૌથી મોટું રહસ્ય એ છે કે અહીં મંદિરની શિખા પરનો ધ્વજ પવનની વિરૂદ્ધ દિશામાં જ ફરકે છે. સામાન્ય રીતે દિવસમાં હવા સમુદ્રથી ઘરતી તરફ ચાલે છે અને સાંજે સમુદ્ર તરફ ચાલે છે.આવું કેમ થાય છે, તેનું રહસ્ય હજું સુધી કોઇ નથી જાણી શક્યું.
જગન્નાથના મંદિરના શિખર પર સુદર્શન ચક્ર છે. આપ ગમે તે દિશામાં ઉભા રહો આ સુદર્શન ચક્રનું મોં આપના તરફ દેખાશે.
જગન્નાથ મંદિર સાથે જોડાયેલું અન્ય એક રહસ્ય એવું છે કે આ મંદિપનો પડછાયો અદશ્ય રહે છે. જેને આજદિન સુધી કોઇ નથી જોઇ શક્યું, આવું કેમ છે તે રહસ્ય અંકબંધ છે.
સામાન્ય રીતે મંદિરના શિખર પર પક્ષીઓ ઉડતાં જોવા મળે છે અને શિખર પર બેસતાં પણ હોય છે પરંતુ જગન્નાથજીના મંદિરમાં આવું નથી બનતું ન તો મંદિર પરથી પક્ષી પસાર થાય છે કે ન તો ક્યારેય જહાજ ગુજરે છે.
આ મંદિરની રસોઇ પણ આશ્ચર્યજનક છે. અહીં પ્રસાદ પકાવવા માટે વાસણ એકબીજાની ઉપર રાખવામાં આવે છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, સૌથી ઉપર રાખેલા વાસણમાં જ પ્રસાદ જલ્દી પાકી જાય છે. ઉપરાંત મંદિરનો પ્રસાદ ક્યારેય ઓછો નથી પડતો. 20 હજાર ભક્તો હોય કે 2 લાખ પ્રસાદ બધાને મળે છે. મંદિર બંધ થતાં જ પ્રસાદ ખતમ થઇ જાય છે.